સામગ્રીઃ બટાકા - 4 નંગ • સૂરણ - 1 કપ • બીટ - 1 નંગ • ગાજર - 1 નંગ • કેપ્સિકમ - 1 નંગ • આરારૂટ - 2 ચમચી • લીલાં મરચાં - 3 નંગ • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • ચાટ મસાલો - અડધી ચમચી • ધાણાજીરું - 1 ચમચી • સિંધાલુણ - સ્વાદ મુજબ • ખજૂર - આંબલી ચટણી • ગ્રીન ચટણી • દાડમના દાણા • કોથમીર • ફરાળી ચેવડો
રીત: સૌપ્રથમ બટાકા અને સૂરણને બાફી લો. ગાજર, બીટને છીણીને પાણી કાઢી લો. કેપ્સિકમ ઝીણા સમારી લો. હવે એક બાઉલમાં બાફેલાં બટાકા અને સૂરણનો માવો કરી લો. તેમાં ગાજર, બીટ, કેપ્સિકમ, આરારૂટ અને બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો. તૈયાર કરેલા સ્ટફિંગમાંથી કટલેસ બનાવી આરારૂટમાં રગદોળી લો. ગરમ તેલમાં તળી લો. હવે પ્લેટમાં કટલેસ લઈ તેની ઉપર ગ્રીન ચટણી, ખજૂર-આંબલી ચટણી, ફરાળી ચેવડો, દાડમ દાણા, કોથમીર ઉમેરી સર્વ કરો. તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટી ફરાળી કટલેસ ચાટ.