સામગ્રીઃ દોઢ કપ પીળી મગની દાળ (ત્રણથી ચાર કલાક પલાળીને નીતારેલી) • મીઠું સ્વાદાનુસાર • એક ચપટીભર હીંગ • બે ચપટી સાકર • દોઢ ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ • 8 ટેબલ સ્પૂન ભુક્કો કરેલું પનીર • ચાર ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર • એક ટીસ્પૂન ચાટ મસાલો • એક ટેબલસ્પૂન ચણાનો લોટ • ત્રણ ટીસ્પૂન તેલ (ચિલ્લા શેકવા માટે)
રીતઃ મગની પલાળીને નીતારેલી દાળને મિક્સરમાં થોડું પાણી મેળવીને સુંવાળી પીસી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં મીઠું, હીંગ, સાકર અને લીલાં મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો. એક નોન-સ્ટિક તવાને ગરમ કરી, તેમાં પોણો ટીસ્પૂન તેલ ચોપડીને એક ચમચા જેટલું ખીરું સરખી રીતે પાથરી ગોળાકાર બનાવો. તેની ઉપર બે ટેબલસ્પૂન પનીર, એક ટેબલસ્પૂન કોથમીર અને ચાટ મસાલો છાંટો. ચિલ્લાને હળવે હાથે દબાવીને મધ્યમ તાપ પર અડધી ટીસ્પૂન તેલ નાંખીને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. આ જ પ્રમાણે બીજા ચિલ્લા તૈયાર કરો અને ગરગરમ જ ચટણી સાથે પીરસો.