સામગ્રીઃ પોણા બે કપ રવો • સાડા ત્રણ કપ દહીં • અડધો કપ સમારેલી કોબી • અડધો કપ સમારેલાં ગાજર • પોણો કપ સમારેલી કોથમીર • એક ટેબલ સ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં • મીઠું સ્વાદ અનુસાર • બે ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ • ચાર ટીસ્પૂન તેલ
રીતઃ એક બાઉલમાં રવો, દહીં અને એક કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરો અને તેને 30 મિનિટ સુધી પલળવા દો. આ પછી તેમાં કોબી, ગાજર, કોથમીર, લીલાં મરચાં અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે પેનકેક તૈયાર કરવા હોય તેના થોડા સમય પહેલાં, ખીરામાં ફ્રૂટ સોલ્ટ અને બે ટેબલસ્પૂન પાણી મેળવી લો. જ્યારે ખીરામાં પરપોટા થવા માંડે ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો. આ પછી તેમાં બે ટેબલસ્પૂન તેલ મેળવી ફરી હળવેથી મિક્સ કરી લો. પછી એક નોનસ્ટિક મિની ઉત્તપા તવા પર થોડું તેલ ચોપડી લો. પછી દરેક ઉત્તપાના મોલ્ડમાં ખીરું રેડી તેને વ્યવસ્થિત રીતે પાથરી લો. થોડા તેલની મદદથી તેની બંને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો. આ મુજબ બીજા મિની પેનકેક તૈયાર કરી લો. નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.