સામગ્રીઃ બે કપ - બાફીને છોલીને છૂંદેલાં શક્કરિયાં • થોડા કેસરના રેસા • એક ટેબલસ્પૂન - હૂંફાળું દૂધ • એક ટીસ્પૂન - ઘી • ચાર કપ - દૂધ • અડધો કપ - સાકર • અડધી ટીસ્પૂન - ઇલાયચી પાઉડર • બે ટેબલસ્પૂન - સમારેલો સૂકો મેવો
રીતઃ એક નાના બાઉલમાં કેસર અને હૂંફાળું દૂધ મેળવીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. ઊંડા નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરીને તેમાં શક્કરિયાંનો માવો ઉમેરી મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લો. આ પછી તેમાં દૂધ, અડધો કપ પાણી, સાકર અને ઇલાયચીનો પાઉડર મેળવીને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી અથવા મિશ્રણ બહુ સૂકું ન બને અને નરમ રહે ત્યાં સુધી સતત હલાવતા રહીને રાંધી લો. આ પછી પેનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કેસર દૂધનું મિશ્રણ અને સૂકો મેવો મેળવી સારી રીતે મિક્સ કરી લો. ગરમ ગરમ પીરસો.