સામગ્રીઃ સાબુદાણા - દોઢ કપ • બાફીને છોલીને મસળેલા બટાટા - એક કપ • શેકેલી મગફળીનો ભૂક્કો - અડધો કપ • જીરું - એક ટીસ્પૂન • ખમણેલું આદું - એક ટી સ્પૂન • ઝીણાં સમારેલાં લીલાં મરચાં - દોઢ ચમચી • ઝીણી સમારેલી કોથમીર - બે ટેબલસ્પૂન • લીંબુનો રસ (મરજિયાત) - દોઢ ટીસ્પૂન • મીઠું - સ્વાદ અનુસાર • તેલ - તળવા માટે
રીતઃ સાબુદાણા સાફ કરી ધોઈ લો અને આશરે પોણા ત્રણ કપ પાણીમાં ચારથી પાંચ કલાક પલાળી રાખો. સાબુદાણાને ત્યાં સુધી પલાળી રાખો જ્યાં સુધી તે પાણી શોષીને ફૂલી ન જાય. આ પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળ ચપટો આકાર આપી વડાં બનાવી બાજુ પર રાખો. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં મધ્યમ તાપ પર વડાં બંને બાજુએથી આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને પછી બહાર કાઢીને ટિશ્યૂ પેપર પર મૂકી દો જેથી તેલ શોષાય જાય. લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમગરમ પીરસો.