કેન્સર સર્જરીનું જીવંત પ્રસારણ

Tuesday 29th March 2016 15:22 EDT
 
 

લંડનઃ વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ચ્યુઅલ રિઆલિટી ટેકનોલોજીના ઉપયોગથી આંતરડાના કેન્સરથી પીડાતા બ્રિટિશ પેશન્ટના ઓપરેશનનું આગામી ૧૪ એપ્રિલે બપોરે જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. દર્શકો રોયલ લંડન હોસ્પિટલમાં થનારી શસ્ત્રક્રિયા સ્માર્ટફોન અને વર્ચ્યુઅલ રિઆલિટી હેડસેટની સહાયથી નિહાળી તેઓ ખુદ ઓપરેશન થિયેટરમાં હોવાનો અનુભવ કરી શકશે. સર્જરીના ક્ષેત્રે વર્ચ્યુઅલ રિઆલિટી ટેકનોલોજીના પ્રણેતા શફી અહેમદ દ્વારા આ સર્જરી કરાશે.

મોટા આંતરડાના કેન્સરગ્રસ્ત પેશન્ટની વય ૭૦થી વધુ છે અને તે પોતાની શસ્ત્રક્રિયા દુનિયાભરના લોકો નિહાળશે તેવા વિચારથી રોમાંચિત છે. બેથી ત્રણ કલાક ચાલનારી સર્જરીના જીવંત પ્રસારણ માટે ઓપરેટિંગ ટેબલની ઉપરની તરફ કેમેરા ગોઠવવામાં આવશે. સેન્ટ બાર્થોલોમ્યુઝ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન શફી અહમદ ૨૦૧૪માં ગૂગલ ગ્લાસ પહેરીને ઓપરેશનનું લાઈવ-સ્ટ્રીમ કરનારા પ્રથમ સર્જન બન્યા હતા. તેમણે ૩૬૦ ડીગ્રી કેમેરાનો પણ પ્રયોગ કર્યો છે. તેમણે આવી સર્જરીને હેલ્થકેર ઈનોવેશન અને શિક્ષણની કાયાપલટ કરનારી ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter