લંડનઃ NHS માનસિક આરોગ્યના દર્દીઓની સારવાર માટે એન્ટિડિપ્રેશન્ટ્સ પીલ્સ પાછળ દરરોજ રેકોર્ડ ૭,૮૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરે છે. નબળી મેન્ટલ હેલ્થ સર્વિસીસ આવા દર્દીઓને વૈકલ્પિક સારવાર પૂરી પાડવા માટે ઝઝૂમી રહી છે.
તાજેતરમાં જારી આંકડા મુજબ ડિપ્રેશનની સારવાર માટે દવાના પ્રિસ્ક્રિપ્શન્સની સંખ્યા ૨૦૦૫માં ૨૯ મિલિયન હતી તે ગયા વર્ષે વધીને બમણી એટલે કે ૬૧ મિલિયન થઈ હતી. એન્ટિડિપ્રેશન્ટ્સ માટેના પ્રિસ્ક્રિપ્શનની સંખ્યામાં એક વર્ષમાં ૩.૯ મિલિયનનો વધારો થયો હતો. દવાઓની કિંમતમાં ૨૦૧૪-૧૫થી ૭.૪ ટકાનો વધારો થયો હતો. તે જોતા એન્ટિડિપ્રેશન્ટ્સ પીલ્સ પાછળ NHS દર વર્ષે ૨૮૫ મિલિયન પાઉન્ડ ખર્ચે છે.