દિલ્હીમાં ‘જાદુ’ ચલાવનાર અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થનારાઓમાં અમિતાભ બચ્ચન પણ બાકાત નથી. બચ્ચને ઊખાણા સાથે ટ્વિટર પર તેમના વખાણ કરીને લખ્યું છે ‘મિલેનિયમનું ૧૫મું વર્ષ, ૨૧માં સદીના ૧૫મું વર્ષ, ૨૦૧૧ના દશકમાં ૫મું વર્ષ, હેપ્પી ૨૦૧૫ એક આઇઆરએસ અધિકારીનું શાનદાર યોગદાન છે. અમિતાભે કેજરીવાલનું નામ નથી લીધું પરંતુ તેમણે તેનો એક આઇઆરએસ અધિકારી તરીકે ઉલ્લેખ કરીને તેમનું અભિવાદન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૭ માર્ચ ૨૦૧૪ના રોજ ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં અમિતાભ બચ્ચન અને અરવિંદ કેજરીવાલની મુલાકાત થઇ હતી.