સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલે 2007માં પહેલી ફિલ્મ કરી હતી. અત્યાર સુધીમાં સાઉથ અને બોલિવૂડની 55 ફિલ્મો કરી ચૂકેલી કાજલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેમનો દીકરો નીલ એક વર્ષનો થયો છે. દીકરાને સમય નહીં આપી શકાતો હોવાથી કાજલે ફિલ્મોને અલવિદા કહેવા તૈયારી કરી છે. કાજલ અત્યારે નંદમુરી બાલક્રિશ્ના સાથે ફિલ્મ ‘ભગવંત કેસરી’ અને કમલ હાસન સાથે ‘ઈન્ડિયન 2’ કરી રહી છે. બંને ફિલ્મોનું શૂટિંગ પૂરી કર્યા પછી કાજલ ફિલ્મોમાંથી વિદાય લેવાનું વિચારે છે. કાજલે ‘મગાધીરા’થી માંડીને ‘સિંઘમ’ સુધી અનેક યાદગાર ફિલ્મોમાં રોલ કર્યા છે. કાજલે લગ્ન બાદ થોડો સમય બ્રેક લીધો હતો. કાજલે કેટલાક મહિનાથી ફરી શૂટિંગ શરૂ કર્યું છે, પરંતુ તેના કારણે દીકરા નીલને ઓછો સમય આપી શકાતો હોવાનું કાજલને લાગે છે. કાજલે હાથ પરની બે ફિલ્મો પૂરી થયા પછી નવા પ્રોજેક્ટ હાથમાં નહીં લેવાનું વિચાર્યું છે.