જાવેદ અખ્તર રિચર્ડ ડોકિન્સ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય

Monday 15th June 2020 07:26 EDT
 
 

ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરને રિચર્ડ ડોકિન્સ એવોર્ડ ૨૦૨૦થી સન્માનિત કરાયાના અહેવાલ છે. તેમને આ એવોર્ડ પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય કામ અને તાર્કિક નિવેદનો માટે અપાયો છે. જાવેદ અખ્તર એકમાત્ર ભારતીય છે જેમને આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમના પહેલા અમેરિકન કોમેડિયન બિલ માહેર અને ફલોસોફર ક્રિસ્ટોફર હિચેન્સને આ સન્માન મળ્યું હતું. જાવેદ ઘણી વાર સામાજિક-રાજકીય નિવેદનો કરે છે. તેઓ સીએએ, તબલીગી જમાત, ઈસ્લામોફોબિયા વગેરે વિષયો પર ટ્વિટ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે, આ એવોર્ડનું નામ વિશ્વ પ્રસિદ્ધ વિજ્ઞાની રિચર્ડ ડોકિન્સની યાદમાં અપાયુંછે.
ડોન્કિસ ધર્મનિરપેક્ષતા અને તર્કવાદની વાત કરતા હતા. જાવેદ અખ્તર પણ ડોકિન્સના પ્રશંસક છે. આ એવોર્ડ તેમને મળવાનો છે. એવા સમાચાર મળ્યા પછી જાવેદ અખ્તરે કહ્યું કે, હું હેરાન છું કે મારી વાતો આટલે દૂર સુધી પહોંચે છે. મારા એન્ટિ-રિલિજિયસ વિચારો સાથે દુનિયામાં અનેક લોકો સંમત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter