હિન્દી ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રીઓમાં દીપિકા પદુકોણ સૌથી વધુ ટેક્સ ભરે છે. દીપિકા પદુકોણએ રૂપિયા 10 કરોડનો ટેક્સ ભરી ચુકી છે. જ્યારે આ પછીના ક્રમે અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ આવે છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, આલિયા ભટ્ટે પણ 4-5 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. દસ વરસ પહેલા કેટરિના કૈફ રૂપિયા પાંચ કરોડનો ટેક્સ ભર્યો હતો જ્યારે તે સમયે અભિનેત્રીઓમાં તે સૌથી હાઇ પેઇડ ટેક્સ પેયર ગણાઇ હતી. અભિનેતાઓમાં અક્ષય કુમાર સૌથી વધુ કર ભરનારો અભિનેતા છે. 2021-22 અભિનેતાએ રૂ. 29.5 કરોડ ટેક્સ ભર્યો હતો. અક્ષયની નેટવર્થ રૂ. 2660 કરોડ છે. એક વરસમાં તે ફિલ્મો અને એન્ડોર્સમેન્ટ દ્વારા રૂ. 300 કરોડ કમાઇ લે છે. એક સમયે અમિતાભ બચ્ચને રૂ. 70 કરોડથી વધુ ટેક્સ ભર્યો હતો. જ્યારે સલમાન ખાને રૂ. 30 કરોડ રૂપિયા જેટલો કર ભર્યો છે.