કોરોનાના પ્રકોપ અને લોકડાઉન વચ્ચે અભિનેતા અજય દેવગણે ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેનારા ૭૦૦ પરિવારોની જવાબદારી લીધી છે. અજયે ટ્વિટ કર્યું હતું કે, ધારાવી કોવિડ-૧૯નું કેન્દ્ર બની રહ્યો છે. ઘણા નાગરિકો એમસીજીએમની મદદ દિવસ રાત કરી રહ્યા છે. ઘણા એનજીઓ પણ જરૂરિયાત લોકોને રેશનિંગ અને હાઇજિન કિટસ ઉપલબ્ધ કરાવે છે. અમે ૭૦૦ પરિવારોની જવાબદારી લીધી છે અને હું તમને પણ આ સદકાર્યમાં દાન આપવાની વિનંતી કરું છું. આ પહેલાં અજયે પણ અન્ય સ્ટાર્સની જેમ પીએમ કેર્સ ફંડમાં રૂ. ૧ કરોડ જમા કરાવ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા દૈનિક વેતનધારકોને પણ તેણે કુલ રૂ. ૫૧ લાખની મદદ કરી હતી. સોનુ સૂદ માટે તેણે ટ્વિટ કરીને ટાંક્યુ હતું કે, પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવાનું તું જે કામ કરી રહ્યો છે. તે ખરેખર પ્રશંસનીય છે. તમને ભગવાન બહુ શક્તિ આપે.