અજય દેવગણ અને કાજોલની દીકરી નીસા સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકી છે. સાથે સાથે હવે તેના સંબંધોની અટકળો પણ શરૂ થઈ છે. લેટેસ્ટ ગોસીપ અનુસાર તે વેદાંત મહાજન નામના યુવક સાથે રિલેશનશીપમાં હોવાનું ચર્ચાય છે.
વેદાંત એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. તેની કંપની બોલીવૂડના સ્ટાર કિડ્ઝમાં પોપ્યુલર છે. આ સ્ટાર કિડ્ઝ સહિત બીજી સેલિબ્રિટીઓ માટે પાર્ટીઓ યોજવાનું કામ વેદાંતની કંપની કરે છે.
ઉલ્લેખનીય છે કે નીસા બોલીવૂડ વર્તુળોમાં પાર્ટી ગર્લ તરીકે જાણીતી છે. તે મુંબઈ ઉપરાંત વિદેશમાં પણ અવારનવાર પાર્ટીઓ કરવા માટે જાણીતી છે. તેની પાર્ટીઓના ફોટા સતત સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
નીસા અને વેદાંત આવી કોઈ પાર્ટીના આયોજન દરમિયાન મળ્યાં હોવાની શક્યતા છે. નીસા છેલ્લા કેટલાય સમયથી રાતોરાત બદલાયેલા તેના ગ્લેમરસ લૂક માટે પણ ચર્ચામાં છે. તેણે કોઈ સ્કીન ટ્રીટમેન્ટ કરાવી હોવાનું ચર્ચાય છે. જોકે, બોલીવૂડમાં એન્ટ્રીના તેના પ્લાન અંગે હજુ કોઈ ખાસ માહિતી નથી.