મુંબઈ: પ્રિયંકા ચોપરાની વર્ષ ૨૦૧૯માં ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થઇ હતી. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ખાસ કલેકશન કર્યું નહોતું છતાં પ્રિયંકાનો ૨૦૧૯માં એક નવો રેકોર્ડ છે. ઇન્ટરનેટ મૂવિઝ ડેટા બેઝ (આઇએમડીબી) દ્વારા ભારતીય સિનેમા અને ટેલિવિઝન કે વેબ સિરીઝના કલાકારો પર સર્વે કરાયો હતો. આ સર્વેમાં દર મહિને આઇએમડીબી પર ૨૦ કરોડથી પણ વધુ લોકો ક્યા પેજને જુએ છે તેના પર રેકિંગ અપાયું હતું. આ યાદીમાં પ્રિયંકા ચોપરા પ્રથમ સ્થાને છે. આઈએમડીબી દ્વારા ૧૦ કલાકારોની એક યાદી તૈયાર કરાઈ છે. આઇએમડીબી પ્રો સ્ટાર મીટર રેકિંગના આંકડાના આધારે યાદી તૈયાર કરે છે. બીજા નંબરે દિશા પટણી છે. સુપર ૩૦ અને વોરના લીધે હૃતિક રોશન ત્રીજા સ્થાને છે. આ પછી કિયારા અડવાણીનો નંબર આવે છે. સલમાન અને અક્ષય આ યાદીમાં પાંચ નંબર પછી આવે છે. આ વરસે ઇન્ટરનેટ પર સૌથી વધુ વાર સર્ચ થનાર કલાકારોમાં પ્રિયંકા ચોપરા પ્રથમ છે. આ આંકડા અનુસાર ૨૦૧૮ ઓકટોબરથી ૨૦૧૯ ઓકટોબર સુધીમાં પ્રિયંકા સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે.