હિન્દી ફિલ્મો માટે ઓસ્કાર કહેવાતો ૬૪મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ ૩૧ જાન્યુઆરીએ મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં યોજાયો હતો. જેમાં બે ફિલ્મો વચ્ચે રસાકસી ભરેલી સ્પર્ધા જોવા મળી હતી. તાજેતરમાં રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘હૈદર’ અને વિકાસ બહેલની ‘ક્વીન’ ફિલ્મે એવોર્ડ માટે લોકોમાં ભારે ચર્ચાઓ ઊભી કરી હતી. હૈદર ફિલ્મે પાંચ કેટેગરી અને ક્વીન ફિલ્મે છ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા. તે ઉપરાંત શાહિદ કપૂરને હૈદર ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ તો કંગના રનૌતને ક્વીન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો હતો. આ સિવાય ક્વીનને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શન સહિત પાંચ અન્ય એવોર્ડ નોંધાયા હતા. જ્યારે આ વર્ષનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ કામિની કૌશલને આપવામાં આવ્યો છે. કામિની કૌશલે ‘બિરાજ બહુ’ અને ‘ઉપકાર’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ એવોર્ડ તેમને જયા બચ્ચન દ્વારા એનાયત થયો હતો.
ફિલ્મફેર એવોર્ડમાં કોને શું મળ્યું ?
બેસ્ટ એક્ટર ફીમેલ (ક્રિટિક્સ): આલિયા ભટ્ટ (હાઈવે)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (ફીમેલ): તબ્બુ (હૈદર)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (મેલ) : કે.કે. મેનન (હૈદર)
બેસ્ટ ડેબ્યૂ એક્ટર (ફીમેલ) : ક્રૃતિ સેનન (હીરોપંતી)
બેસ્ટ ડેબ્યૂ એક્ટર (મેલ) : ફવાદખાન (ખૂબસૂરત)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) : કનિકા કપૂર (બેબી ડોલ અને રાગીણી MMS-2)
બેસ્ટ પ્લેબેક (મેલ) : અંકિત તિવારી (તેરી ગલિયાં- એક વિલન)
બેસ્ટ લિરિક્સ : રશ્મિ સિંહ (મુસ્કુરાને કી વજહ તુમ હો - સિટીલાઈટ)
બેસ્ટ કોરિયોગ્રાફી : અહમદખાન (ઝુમ્મે કી રાત-કિક)
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર : શંકર-અહેસાન-લોય (ટુ સ્ટેટ્સ)
બેસ્ટ સ્ક્રીન પ્લે : અભિજાત જોશી, રાજકુમાર હિરાણી (પીકે)
બેસ્ટ ડાયલોગ : અભિજાત જોશી, રાજકુમાર હિરાણી (પીકે)