કોરોના અને લોકડાઉનના સમયમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ પોતાની રીતે જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચન પણ તેમાં જોડાયા છે. ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરોને માટે તેમણે બસ સેવાની સગવડ તાજેતરમાં કરી હતી.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, અમિતાભ બચ્ચની ઓફિસ તરફથી ૧૦થી વધુ બસોની સગવડ કરવામાં આવી હોવાના સમાચાર હતા. આ બસો સવારે હાજીઅલીથી ઉપડી હતી અને જરૂરિયાતમંદોને ઉત્તર પ્રદેશના રહેવાસીઓને ગૃહરાજ્ય સુધી છોડાયા હતા.
અમિતાભ બચ્ચનના કાર્યાલયે કહ્યું કે, છેલ્લા બે મહિનાથી આ કામની તૈયારી થતી હતી. તેમની એબી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેકટરના પણ જરૂરિયાતોની મદદ કરી રહ્યો છે. તેમની કંપનીના મેનેજિંગ ડાયરેકટર, હાજીઅલી ટ્રસ્ટ અને પીર મખદૂમ સાહબ ટ્રસ્ટની સહાયતાથી રોજ ૪૫૦૦થી પણ વધુ ફૂડ પેકેટ હાજીઅલી દરગાહ, એન્ટોપ હિલ, બાબુલનાથ મંદિર, માહિમ દરગાહ, ધારાવી, સાયન ૯૦ ફિટ રોડ, અરબ ગલી, કોસલા બંદર અને વરલી લોટસ સહિત મુંબઇની અલગ-અલગ જગ્યાઓ પર વેહેંચે છે. આ ઉપરાંત બિગ બીની ઓફિસે ૧૦૦૦ હજાર પરિવારોને એક મહિના સુધી રાશનના પેકેટસ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ સેવા ફક્ત ગરીબ અને જરૂરિયાતમંદો માટે છે. આ ઉપરાંત ૯મી મેથી તેમની ટીમ મુંબઇથી પોતાના ઘરે જતા મજૂરોને રોજના રાશનિંગના ૨૦૦૦ પેકેટસ, ૨૦૦૦ પાણીની બોટલો અને ૧૨૦૦ જોડી સ્લિપર્સની સહાય કરી રહ્યા છે. એટલું જ નહીં, અમિતાભની ઓફિસે અલગ-અલગ એજન્સીઓ અને લોકલ ઓથોરિટીઝ સાથે મળીને અસંખ્ય માસ્ક અને સેનેટાઇઝર્સની મદદ પણ કરી છે. હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, બીએમસીની ઓફિસ અને અંતિમ સંસ્કારની જગ્યાઓ ૫૨૦ હજારથી વધુ પીપીઇ કિટસ દાન કર્યાં છે.