બિપાશાની દીકરીને જન્મ સાથે હૃદયમાં કાણું હતું, સર્જરી કરાવી

Thursday 10th August 2023 08:02 EDT
 
 

બિપાશા તેની દીકરી દેવી સાથેના ફોટોગ્રાફ્સ વારંવાર શેર કરતી રહે છે, પરંતુ દેવીના ક્યૂટ ફોટો અને બિપાશાના હસતા ચહેરા પાછળની અત્યાર સુધીની વેદનાની હવે દુનિયાને જાણ થઈ છે. બિપાશાની દીકરીને જન્મ સાથે જ હૃદયમાં બે છેદ હતા અને તે માટે તેણે આ બેબીની ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી છે.
બિપાશાએ તાજેતરમાં નેહા ધૂપિયા સાથેની ચેટમાં પોતે આ સમયગાળામાં કેવી વેદના અને સંતાપમાંથી પસાર થઈ તેની વિગતો શેર કરી હતી. નેહાને આ વાત કરતાં કરતાં બિપાશા રડી પડી હતી. બિપાશાના જણાવ્યા અનુસાર બેબીને વેન્ટ્રિક્યૂલર સેપ્ટલ ડિફેક્ટ છે તેવું તબીબોએ કહ્યું ત્યારે તેના હોશકોશ જ ઊડી ગયા હતા. તે વખતે કોરોના વાયરસ ચાલતો હોવાથી તેની સાથે માતા-પિતા રહેતા ન હતાં. જ્યારે કરણ ગ્રોવર પણ શૂટિંગ માટે બહાર હતો. આથી, તે ઘરે એકલાં એકલાં જ રડ્યા કરતી હતી અને રાતોની રાતો સુધી ઊંઘી પણ નહોતી. કરણ પાછો આવ્યો તે પછી તેમણે તબીબી સલાહ અનુસાર ત્રણ મહિનાની રાહ જોઈ હતી અને છેવટે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter