બોલીવૂડમાં સતત નિષ્ફળ જઈ રહેલા રણવીર સિંહે હવે સફળતાની તલાશમાં હોલીવૂડ પર નજર માંડી હોવાના અહેવાલ છે. આ માટે તેણે ત્યાંની એક જાણીતી ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની સેવા લીધી છે.
અગાઉ, આલિયા ભટ્ટ પણ આ જ એજન્સીને હાયર કરી ચુકી છે. આ એજન્સી રોબર્ટ પેન્ટિસન, રિહાના, ક્રિસ્ટન સ્ટુઅર્ટ જેવા ટોચના હોલીવૂડ કલાકારોની કારકિર્દી મેનેજ કરી રહી છે. આલિયાએ આ એજન્સી સાઇન કર્યા પછી થોડા જ સમયમાં પોતાની હોલીવૂડ ડેબ્યુ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ મેળવી હતી. બોલીવૂડના સૂત્રોના મતે રણવીરનું ધ્યાન માત્ર હોલીવૂડની ફિલ્મો જ નહીં, પરંતુ ત્યાંની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડસના એન્ડોર્સમેન્ટ મેળવવાનું પણ છે. ‘આરઆરઆર’'ને ઓસ્કર મળ્યા પછી હોલીવૂડમાં ભારતનું બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મોની સંખ્યા વધે તેમ છે અને રણવીર તેનો ફાયદો મેળવવા માગે છે.