પીઢ અભિનેત્રી રેખા પોતાના અભિનય, સુંદરતા, લુક અને પરિધાન માટે જાણીતી છે. હાલમાં જ રેખાની બાયોગ્રાફી ‘રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેના અંગત જીવન પર એક દાવો કરાયો છે. જેનાથી સહુ કોઇ આશ્ચર્યચકિત છે. યાસિર ઉસ્માન લિખિત આ બાયોગ્રાફીમાં દાવો કરાયો છે કે, રેખા પોતાની સેક્રેટરી ફરઝાના સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. 1990માં રેખાએ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સાત મહિના પણ ટક્યા નહોતા. રેખા લંડન ગઇ હતી ત્યારે મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે, મુકેશે ફરઝાનના કારણે જ સુસાઇડ કરી લીધું હતું. જોકે તેણે પોતાની સુસાઇડ નોટમાં એવો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. રેખા કદી પોતાના અંગત જીવન વિશે વાત કરતી નથી. રેખાના જીવન પરના આ પુસ્તકમાં જણાવાયું છે કે અભિનેત્રીના બેડરૂમમાં કોઇને પણ જવાની પરવાનગી નથી. ફક્ત તેની સેક્રેટરી ફરઝાના જ જઇ શકે છે. તેમાં એવો દાવો પણ કરાયો છે કે, ફરઝાના જ રેખાની જિંદગી અને ડેઇલી રુટિનનું ધ્યાન રાખે છે. તે કોની સાથે વાતો કરે છે તેના પર પણ ફરઝાના પૂરતું ધ્યાન આપે છે. રેખાએ પોતાના જીવનને વધુ પડતું ખાનગી રાખ્યું છે. તેના આ ગુપ્ત જીવનને ફરઝાના જ મેનેજ કરે છે.