કોરોના વાઈરસનો પ્રકોપ વધતો જ જાય છે. ખાસ કરીને મુંબઇમાં કોરોનાના દરદીઓ વધતા જ જાય છે. આ સંકટની ઘડીમાં મુંબઇ પોલીસ પોતાના જીવ જોખમમાં નાંખીને લોકોની સુરક્ષા કરી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ સતત કોરોના વોરિયર્સની મદદ કરી રહ્યાં છે. કોપ ડ્રામા બનાવા માટે જાણીતો થયેલો દિગ્દર્શક રોહિત શેટ્ટીએ ફરી એક વખત મુંબઇ પોલીસની મદદ માટે આગળ આવ્યો છે.
રોહિતે મુંબઇના જૂહુ પોલીસ સ્ટેશનના સ્ટાફ માટે ૧૭ રૂમની સગવડ કરી છે. જેથી તેઓ પોતાની ફરજ બજાવાની સાથે સાથે પોતાના પરિવારોને સંક્રમણથી બચાવી શકે. ડ્યૂટી પછી પોલીસકર્મીઓ પોતાના ઘરે જવાને બદલે આ જ જગ્યામાં રહેશે. એક પોલીસ ઓફિસરે રોહિતનો આભાર માન્યો હતો.