મુંબઈ: અભિનેત્રી સની લિયોની પતિ ડેનિયલ વેબર અને ત્રણ સંતાનો સાથે લોસએન્જલસ પહોંચી ગઇ છે. કોવિડ ૧૯ના વધતા જતા પ્રકોપને કારણે તેણે આ નિર્ણય લીધો છે. સનીએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર એક પારિવારિક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાના ગાર્ડનના પગથિયા પર પોતાની પુત્રી નિશા, પુત્રો નોઆહ અને આશેર સાથે બેઠેલી જોવા મળે છે. ઉપરાંત એક તસવીરમાં સની, તેનો પતિ અને ત્રણ સંતાનો માસ્ક પહેરેલા પણ જોવા મળે છે.
અમેરિકા જવાના પોતાના નિર્ણય પર સનીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે, દુનિયાની દરેક માતાઓને મધર્સ ડેની શુભેચ્છા. જ્યારે આપણા જીવનમાં સંતાનો હોય છે ત્યારે તેઓ આપણી પ્રાથમિકતા બની જતા હોય છે. મને અને ડેનિયલને લાગ્યું કે અમારે સંતાનો સાથે અમેરિકા જતું રહેવું જોઇએ. જ્યાં તેઓ કોરોનાથી વધુ સુરક્ષિત રહી શકશે. અમારું પોતાનું ખાનગી ગાર્ડન પણ લોસ એન્સજલસમાં છે. હું જાણું છું કે મારી માતા પણ મારી પાસેથી મારા બાળકોને સુરક્ષિત રાખવાની ઇચ્છા રાખતી હશે. મિસ યુ મોમ. હેપ્પી મધર્સ ડે. સનીના પતિ ડેનિયલે પણ સોશિયલ મીડિયા પર અમેરિકા પહોંચ્યાની પુષ્ટિ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર એક તસવીર શેર કરીને લખ્યું છે કે, ક્વોરેન્ટાઈન પાર્ટ ટુ એટલો ખરાબ પણ નથી. તેઓ ગવર્નમેન્ટ ફ્લાઇટમાં અમેરિકા પહોંચ્યા હોવાની પણ સ્પષ્ટતા કરી છે.