જાણીતા ડાન્સ ડાયરેક્ટર શામક દાવર સામે કેનેડાની કોર્ટમાં લૈંગિક અત્યાચારના આરોપસર બે કેસ થયા છે. ઉત્તર વાનકુંવરમાં રહેતા પર્સી શ્રોફ અને જીમી મિસ્ત્રીએ બ્રિટિશ કોલંબિયાની સુપ્રીમ કોર્ટમાં શામક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સૂત્રો કહે છે કે, ‘શામક ઘણા સમય સુધી આ સ્થળે રહેતો હતો અને સ્થાનિક એક ધાર્મિક પ્રશિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલો છે. એક ન્યુઝ ચેનલની માહિતી મુજબ, પર્સી શ્રોફ અને જીમી મિસ્ત્રીએ અનેક વર્ષોથી શામક લૈંગિક અત્યાચાર કરતો હોવાનો આરોપ મુક્યો છે. શામક અમારી ધાર્મિક પ્રશિક્ષણ સંસ્થાનો ગુરુ છે અને અમારા જીવન પર તેનો એક પ્રકારનો હક છે. શામકને ભગવાન જેવો માનીને અમે તેના દરેક શબ્દનું પાલન કરતા હતા, તેઓ આનો ગેરફાયદો લીધો હોવાનું બંનેએ કહ્યું હતું.’ આ સિવાય શામક સંસ્થાના તરુણ સાથે પણ લૈંગિક સંબંધ રાખતો હતો એવો પણ આરોપ થયો છે.
જોકે દાવરે તેની સામેના આરોપ ખોટા હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો છે. મારા ચારિત્ર્ય, પ્રતિષ્ઠા અને સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પોતાની સામેના કેસ રદ થાય તેવી માગણી શામકે કોર્ટને કરી છે.