શાહરુખ ખાનને બંને આંખોમાં મોતિયો થયો છે. રિપોર્ટ પ્રમાણે અભિનેતા અમેરિકામાં મોતિયાની સારવાર કરાવશે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનને બંને આંખોમાં મોતિયો હોવાનું નિદાન થયું છે. શાહરુખ ખાન મુંબઈની હોસ્પિટલમાં આંખોની સારવાર માટે ગયા હતા, પરંતુ આયોજન મુજબ સારવાર શક્ય બની નહોતી. આંખોની તાત્કાલિક સારવાર જરૂરી હોવાથી કિંગ ખાન ફિલ્મ સ્ટાર મંગળવારે આંખોની સારવાર માટે અમેરિકા જવા માટે રવાના થઇ ગયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શાહરુખ મોતિયાની સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ગયા હતા પરંતુ યોજના પ્રમાણે સારવાર ન થતાં અભિનેતાના આંખોમાં થયેલા નુકસાનની સારવાર કરવા માટે અમેરિકા લઇ જવાયા છે.
શાહરુખ ખાનની સારવારમાં શું ચૂક થઇ તેની કોઈ જાણકારી અપાઇ નથી. નોંધનીય છે કે આના પહેલાં 21 મેએ શાહરુખ ખાન તેમની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ મેચ જોવા અમદાવાદ આવ્યા હતા ત્યારે હીટ સ્ટ્રોક થયો હતો. જેથી તેમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને એક દિવસની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.