સની દેઓલના દીકરા કરણે આર્યસમાજ વિધીથી લગ્ન કર્યા

Saturday 24th June 2023 08:22 EDT
 
 

સની દેઓલના દીકરા કરણ દેઓલે એક સમયના જાણીતા ફિલ્મકાર બિમલ રોયની દોહિત્રી દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. મુંબઈની તાજ હોટેલમાં રવિવારે લગ્ન સમારોહનું આયોજન થયું હતું. સાંજે તેઓ આર્ય સમાજ વિધીથી ફેરા ફર્યા હતા અને બાદમાં રિસેપ્શન યોજાયું હતું. પિતા સની દેઓલ, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્ર સહિત સમગ્ર પરિવાર ધામધૂમથી જાન લઈને લગ્નસ્થળે પહોંચ્યો હતો. જાનમાં ધર્મેન્દ્ર અને સનીના ભાંગડાએ આકર્ષણ જમાવ્યું હતું. 2019માં રિલીઝ થયેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ દ્વારા કરણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 2021માં વેલ્લે ફિલ્મમાં પણ કરણે કામ કર્યુ હતું. દ્રિશાના પિતા સુમિત આચાર્ય અને માતા ચીમુ આચાર્ય દુબઈમાં રહે છે. દ્રિશા પોતાની માતાની ઈવેન્ટ કંપનીમાં નેશનલ પ્રોગ્રામ મેનેજર છે. દ્રિશા અને કરણ નાનપણથી એક્બીજાને ઓળખે છે. દિશાના નાના બિમલ રોય અને ધર્મેન્દ્ર પણ નિકટના મિત્રો હતો. ધર્મેન્દ્રને સંઘર્ષના દિવસોમાં બિમલ રોયે મદદ કરી હતી. બિમલ રોયે ડિરેક્ટ કરેલી ફિલ્મ બંદિનીમાં ધર્મેન્દ્રનો લીડ રોલ હતો. ત્રણ પેઢી જૂના સંબંધોના કારણે દ્રિશા અને કરણ એકબીજાને ઓળખતા હતા અને આ સંબંધ આખરે લગ્નમાં પરિણમ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter