શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો અને તેના ક્લાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં યોજાયેલા આ સમારંભમાં 46 જેટલી કેટેગરીમાં આશરે 181 કલાકાર-કસબીઓને રાજ્ય સરકારના ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરાયા હતા. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે. ત્રણ વર્ષના લાંબા અરસા બાદ યોજાયેલા ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સિદ્ધાર્થ રાંદેરિયા, પ્રતીક ગાંધી, જિગરદાન ગઢવી, અભિષેક શાહ, વિપુલ મહેતા, પાર્થિવ ગોહિલ અને સૌમ્ય જોશી સહિતના ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મનિર્માતા - દિગ્દર્શક અને કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------
કઈ કેટેગરીમાં કોને એવોર્ડ
વર્ષ 2016-17
• બેસ્ટ ફિલ્મ: ‘રોંગ સાઈડ રાજુ’
• બેસ્ટ ડિરેક્ટર: નિખિલ મુસલે (‘રોંગ સાઈડ રાજુ’)
• બેસ્ટ એક્ટર: મલ્હાર ઠાકર (‘થઇ જશે’)
• બેસ્ટ એક્ટ્રેસ: દીક્ષા જોષી (‘શુભ આરંભ’)
વર્ષ 2017-18
• બેસ્ટ ફિલ્મ: ‘લવની ભવાઈ’
• બેસ્ટ ડિરેક્ટર: સંદીપ પટેલ (‘લવની ભવાઈ’)
• બેસ્ટ એક્ટર: સિદ્ધાર્થ રાંદેરિયા
(‘ગુજ્જુભાઈ: મોસ્ટ વોન્ટેડ’)
• બેસ્ટ એક્ટ્રેસ: આરોહી પટેલ (‘લવની ભવાઈ’)
વર્ષ 2018-19
• બેસ્ટ ફિલ્મ: ‘રેવા’
• બેસ્ટ ડિરેક્ટર: રાહુલ ભોલે અને વિનીત કનોજિયા (‘રેવા’)
• બેસ્ટ એક્ટર: પ્રતીક ગાંધી (‘વેન્ટિલેટર’)
• બેસ્ટ એક્ટ્રેસ: તિલ્લાના દેસાઇ (‘પાઘડી’)
વર્ષ 2019-20
• બેસ્ટ ફિલ્મ: ‘હેલ્લારો’
• બેસ્ટ ડિરેક્ટર: અભિષેક શાહ (‘હેલ્લારો’)
• બેસ્ટ એક્ટર: સિદ્ધાર્થ રાંદેરિયા (‘ચાલ જીવી લઈએ’)
• બેસ્ટ એક્ટ્રેસ : આરોહી પટેલ (‘ચાલ જીવી લઈએ’)