ભારતના સૌથી મોટા ગાર્મેન્ટ એક્સપોર્ટર હરીશ આહુજાએ આ વર્ષે યુકેની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ પૈકીની એક અંતર્ગત નોટ્ટિંગ હિલમાં 21 મિલિયન પાઉન્ડ ચૂકવીને પ્રોપર્ટી ખરીદી છે. શાહી એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર આહુજાએ 20 હજાર ચોરસફૂટની આઠ માળની આ પ્રોપર્ટી ગયા જુલાઇમાં ખરીદી છે. બિઝનેસ ટાયકૂન આહુજાના પુત્ર આનંદ અને પુત્રવધૂ બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર રિડેવલપમેન્ટ બાદ આ પ્રોપર્ટીમાં રહેવા જશે. અગાઉ આ પ્રોપર્ટીની માલિકી યુકેની એક ચેરિટી પાસે હતી. કર્ણાટકસ્થિત શાહી એક્સપોર્ટ ભારતની સૌથી મોટી ગાર્મેન્ટ કંપની છે. તે ઘણી ઇન્ટરનેશનલ બ્રાન્ડ માટે કામ કરે છે. કંપની 50 ફેક્ટરી અને એક લાખ કામદાર અને કર્મચારી ધરાવે છે.