મુંબઈ: કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવી સ્થિતિમાં પરપ્રાંતીય મજૂરો અટવાઇ ગયા છે. સરકાર તેમને વતન મોકલવાની કોશિશો કરી રહી છે. આ કાર્યમાં બોલિવૂડના કલાકારો પણ મદદરૂપ થઇ રહ્યાં છે. અભિનેતા સોનૂ સૂદે તાજેતરમાં પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે વાહનની વ્યવસ્થા કરી હતી. આ સદકાર્ય કરનાર તે બોલિવૂડનો પહેલો અભિનેતા બન્યો છે. તેણે ઘણી બસ સેવાઓની વ્યવસ્થા કરી છે જે પ્રવાસીઓને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે.
સોનૂએ માટે મહારાષ્ટ્ર અને કર્ણાટ સરકારની પરમિશન પણ લીધી છે. આ પછી જ તેણે પ્રવાસીઓની યાત્રા અને ખાવા-પીવાની વ્યવસ્થાનું કામ કર્યું છે.