એક્ટર મનોજ બાજપેયી હાલ તેની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને લઇને ચર્ચામાં છે, જે તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થઇ હતી. ઓટીટીની દુનિયામાં મનોજ ‘ધ ફેમિલી મેન’ અને ‘ધ ફેમિલી મેન 2’'માં પણ જોવા મળ્યો. ઘણા માને છે કે ઓટીટી સ્ટાર બન્યા બાદ મનોજની ડિમાન્ડ વધી છે તો તેની ફી પણ વધી હશે પણ એવું નથી. તાજેતરમાં મનોજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને હજુ ઓટીટી પર જેટલી મળવી જોઇએ તેટલી ફી નથી મળી. ઓટીટી પર મોટા સ્ટાર્સને જ પૈસા મળે છે. તેણે કહ્યું, ‘હમ ચીપ લેબર હૈ. ‘ધ ફેમિલી મેન’ માટે મને પૈસા મળવા જોઇતા હતા તેટલા નથી મળ્યા.’ ઓટીટી પર હોલિવૂડ સ્ટાર્સને મળતી ફી અંગે વાત કરતા ઉમેયું કે, ‘ગોરા આયેગા, શો કરેગા તો દે દેંગે. ચીન મેં બડે બડે બ્રાન્ડ્સ કી ફેક્ટરી હૈ ક્યોંકિ વહાં મજદૂરી સસ્તી હૈ. ઉસી તરહ હમ ઇનકે લિયે સસ્તે મજદૂર હૈ.’