વેબસિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ ટુ’માં ચમકેલાં તમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધો ઘણા સમયથી ચર્ચામાં હતા, પરંતુ બન્નેમાંથી કોઇએ પણ તેના વિશે પુષ્ટિ આપી નહોતી. જોકે હવે લાંબા સમયની ચુપકીદી પછી હવે તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના પોતાના સંબંધને સ્વીકાર્યો છે. તમન્ના અને વિજયની મુલાકાત 'લસ્ટ સ્ટોરીઝ ટુ'ના સેટ પર થઇ હતી. તમન્નાએ કહ્યું હતું કે, ‘તે મારો કો-સ્ટાર હોવાથી હું તેના પ્રેમમાં નથી પડી. મેં તો મારી કારકિર્દીમાં ઘણા સાથે કામ કર્યું છે, પણ વિજય સાથે મને પોતીકાપણું લાગ્યું છે. હું તેની સાથે આનંદ અને સુરક્ષાનો અનુભવ કરું છું. અમારા વચ્ચે એક સ્પેશ્યલ બોન્ડ છે.’
તમન્નાએ એમ પણ કહ્યું હતું કે, ‘વિજય તેને બહુ સારી રીતે સમજી શકે છે. આપણા દેશમાં યુવતીએ પોતાના પાર્ટનર માટે પોતાની જાતને બદલી નાખવી પડે છે, પરંતુ વિજય સાથેના સંબંધમાં એવી કોઈ મુશ્કેલી નથી.