આઇપીએલ-સિઝન ૧૩માં ભાગ લઇ રહેલી આઠેય ટીમના સબળા-નબળા પાસા...
• ચેન્નાઈ સુપર કિંગ્સ: રૈના અને હરભજનનું નીકળી જવું ટીમ માટે મોટો ઝટકો છે. ધોની, પ્લેસિસ અને રાયડુ પર બેટિંગ નિર્ભર રહેશે. બ્રાવો અને જાડેજા મજબૂત કડી. દીપક ચહર ઉપરાંત અન્ય ફાસ્ટ બોલર ચિંતાનું કારણ.
• મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત, ડી કોક, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પર બેટિંગની જવાબદારી. બુમરાહ અને ટ્રેન્ટ બોલર બોલિંગ આક્રમણ સંભાળશે. મલિંગાના નીકળી જવાથી ડેથ ઓવરમાં અસર પડશે.
• કોલકાતા નાઈટ રાઈડર્સ: વિદેશી તરીકે સુનીલ નારાયણ, રસેલ, મોર્ગન અને કમિન્સનું રમવાનું પાકું. ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટી અને શિવમ માવી લાંબા સમય પછી રમી રહ્યા છે.
• રાજસ્થાન રોયલ્સ: ટીમ વિદેશી ખેલાડીઓ પર વધુ નિર્ભર છે. સંજુ સેમસન અને રોબિન ઉથપ્પા સિવાય કોઈ અનુભવી બેટ્સમેન નહીં. આર્ચર સિવાય સારા ફાસ્ટ બોલરનો અભાવ છે.
• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: કોહલી, ડિવિલિયર્સ અને ફિન્ચ પર બેટિંગ નિર્ભર. ઓલરાઉન્ડર તરીકે મોઈન અલી. ભારતીય ફાસ્ટ બોલર સિરાજ, નવદીપ સૈની અને ઉમેશ યાદવનું પ્રદર્શન ખાસ નહીં.
• કિંગ્સ ઈલેવન પંજાબ: મુજીબ, સુચિથ, મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈ જેવા સારા સ્પિનર. કેપ્ટન રાહુલ, ગેલ, મેક્સવેલ, પૂરુન પર બેટિંગ આધારિત. ફાસ્ટ બોલર તરીકે શમી, કોર્ટ્રેલ અને જોર્ડનની જોડી.
• સનરાઈઝર્સ હૈદરાબાદ: ટીમ ઓપનિંગ બેટિંગ વોર્નર અને બેરિસ્ટો પર વધુ નિર્ભર. મનીષ પાંડે ઉપરાંત મધ્યમ ક્રમમાં કોઈ ભારતીય બેટ્સમેન નહીં. સ્પિનર તરીકે રાશિદ, નબી અને નદીમ પર આધાર.
• દિલ્હી કેપિટલ્સ: કેપ્ટન શ્રેયસ અય્યર, પૃથ્વી શો, ધવન, પંત, રહાણે અને હેટમાયર જેવા બેટ્સમેન. ઓલરાઉન્ડર તરીકે સ્ટોઈનિસ અને અક્ષર. સ્પિન આક્રમણમાં અશ્વિન, અમિત મિશ્રા, સંદીપ લમિછાને જેવા માસ્ટર.