ટી૨૦માં અશ્વિનની ૨૫૦ વિકેટઃ ત્રીજો ભારતીય બોલર

Friday 01st October 2021 05:32 EDT
 
 

દુબઈઃ દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા સિનિયર ઓફસ્પિનર આર. અશ્વિને આઇપીએલની વર્તમાન સિઝનમાં ૨૭ સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલ્સના વિદેશી ખેલાડી ડેવિડ મિલરને આઉટ કરવાની સાથે એક વિશેષ રેકોર્ડ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. અશ્વિને મિલરને વિકેટકીપર રિષભ પંતના હાથે સ્ટમ્પ આઉટ કરાવીને ટી૨૦ કારકિર્દીમાં પોતાની ૨૫૦મી વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. આ મેચ પહેલાં તેના નામે ૨૫૩ મેચમાં ૨૪૯ વિકેટ હતી.
આ સાથે જ ટી૨૦ ક્રિકેટમાં આવી સિદ્ધિ મેળવનાર તે ભારતનો ત્રીજો બોલર બની ગયો છે. રસપ્રદ બાબત એ છે કે ટી૨૦માં ૨૫૦ વિકેટ ઝડપનાર તે પ્રથમ ભારતીય સ્પિનર બની ગયો છે. અશ્વિન પહેલાં લેગ સ્પિનર પીયૂષ ચાવલા અને અમિત મિશ્રાએ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. હાલમાં બંનેના નામે ૨૬૨-૨૬૨ વિકેટ છે. ટી૨૦માં સર્વાધિક વિકેટ ઝડપવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોના નામે છે જેણે ૫૦૧ મેચમાં ૫૪૩ વિકેટ ઝડપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter