ટોક્યો: ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટે ટોક્યો પહોંચ્યા છે. રવિવારે ૮૮ સભ્યોની ભારતીય ટીમ ટોક્યો પહોંચી હતી, જેમાં બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિન્ધુ અને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમનો સમાવેશ છે. શનિવારે બેડમિન્ટન ખેલાડી, તીરંદાજ, ટેબલ ટેનિસ ખેલાડી, બંને હોકી ટીમ, જુડો, જિમ્નાસ્ટિક અને સ્વિમિંગના ખેલાડીઓ દિલ્હીથી ટોક્યો માટે રવાના થયા હતા. તો નવ સભ્યોની બોક્સિંગની ટીમ ઇટલીથી ટોક્યો પહોંચી છે. શૂટિંગ ટીમ, વેઇટલિફ્ટર, રોઇંગ ટીમ, સેલિંગ ટીમ પહેલા જ ટોક્યો પહોંચી ચુકી છે. રવિવારે પહોંચેલી ભારતીય ટીમના એક સભ્યે કહ્યું હતું કે ટોક્યો એરપોર્ટ પર બધી જ ઔપચારિકતાઓ પુરી કરી અને કોરોના ટેસ્ટ સહિત કામમાં ૬ કલાક લાગ્યા હતા. ત્યાર બાદ અમે સ્પોર્ટ્સવિલેજ પહોંચ્યા હતા. અહીં કુલ ૨૮ ટાવર છે. ભારતીય ટીમનો મુકામ ૧૫મા ટાવરના ૧૧મા, ૧૨મા અને ૧૩મા ફ્લોર પર છે.