નવી દિલ્હીઃ કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇંડિયા ઇંગ્લેન્ડની ધરતી પર ક્રિકેટ રમતી હશે તે અરસામાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડમાં રમતી હશે. એક મહિનાના પ્રવાસમાં ભારતની મહિલા ક્રિકેટરોની ટીમ એક ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે અને ત્રણ ટ્વેન્ટી૨૦ મેચ રમશે. ઇંગ્લેન્ડ ટીમ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ ૧૬ જૂનથી બ્રિસ્ટોલમાં શરૂ થશે.
ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન મિથાલી રાજની કેપ્ટનશીપમાં એક ટેસ્ટ અને ત્રણ વન-ડે રમશે. જ્યારે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીમાં હરમનપ્રીત કૌર ભારતનું નેતૃત્વ સંભાળશે. ત્રણ વન-ડેની શ્રેણી ૨૭ જૂનથી શરૂ થશે. પ્રથમ ટી-૨૦ ૯ જુલાઈથી રમાશે. ૧૫ જુલાઈએ પ્રવાસ પૂરો થશે.
ટીનએજ બેટિંગ સેન્સેશન શેફાલી વર્મા અને મિડિયમ પેસર શિખા પાંડે ત્રણેય ટીમમાં સ્થાન પામ્યા છે. આ ઉપરાંત સ્નેહ રાણા અને ઈન્દ્રાણીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંદ્રાણીએ છત્તીસગઢ સામે ૧૦૩, કર્ણાટક સામે ૮૬ અને ૪૯ રેલ્વેસ સામે ફાઈનલમાં બનાવ્યા હતા. નવા નિયુક્ત થયેલા કોચ રોમેશ પવારની નજરતળે ભારતીય મહિલા ટીમનો આ સૌપ્રથમ વિદેશ પ્રવાસ રહેશે. એડમિનિસ્ટ્રેશન કમિટીના સુલક્ષણા પંડિત, મદનલાલ અને આર.પી. સિંઘે જુદા જુદા ઈન્ટરવ્યૂ બાદ પોવાર પર આખરી પસંદગી ઉતારી હતી.
મહિલા ટેસ્ટ ટીમઃ મિથાલી રાજ (કેપ્ટન), હરમનપ્રિત કૌર, સ્મૃતિ મંધાના, પૂનમ રાઉત, પ્રિયા પૂણિયા, દીપ્તી જેમિમાર, શેફાલી વર્મા, સ્નેહ રાણા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), ઇન્દ્રાણી રોય (વિકેટકીપર), જૂલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, એ. રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિશ્ત, રાધા યાદવ.
મહિલા વન-ડે ટીમઃ હરમનપ્રિત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, દિપ્તી શર્મા, જેમિમાહ રોડ્રીગ્સ, શેફાલી વર્મા, રિચી ઘોષ હહ્લીન દેઓ, સ્નેહરાણા, તાન્યા ભાટિયા અને ઈન્દ્રાણી રોય (બન્ને વિકેટકીપર), શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિશ્ત, રાધા યાદવ, સિમરન.
વનડે ટીમના ખેલાડીઓ જ ટી-૨૦થી ટીમમાં રમશે.