ગુરુદ્વારાની પવિત્રતાનો ભંગ, જૂઠાણાંને ઉત્તેજન અને આતંકવાદીના ગુણગાન?

કપિલ દૂદકીઆ Tuesday 07th May 2024 09:10 EDT
 
 

આ સપ્તાહે એવા સમાચાર ચમક્યા કે કટ્ટરવાદીઓના હાથે કદાચ વધુ એક ગુરુદ્વારાની પવિત્રતાનો ભંગ કરાયો હોઈ શકે. હું લેસ્ટરના ગુરુ તેગ બહાદુર ગુરુદ્વારાને સંબંધિત ઘટનાક્રમોનો ઉલ્લેખ કરી રહ્યો છું. મને ગુરુદ્વારાની બહારની દીવાલો પર લટકાવાયેલા કેટલાક અતિ અરુચિકર વિશાળ બેનર્સની તસવીરો મોકલવામાં આવી હતી. તમે આ તસવીરમાં જોઈ શકો છો કે આ બેનર જૂઠાણાંને ઉત્તેજન આપે છે એટલું જ નહિ, જાણીતા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના ગુણગાન ગાતા જણાય છે.

પૂજા- ભક્તિભાવના પવિત્ર સ્થળને આ પ્રકારે અપવિત્ર કરવામાં આવ્યું અને આપણા ગુરુઓનો અનાદર કરાયો તેનાથી હું ભારે ચિંતિત થયો છું. આના કારણે જ મને ટ્રસ્ટીઓને પત્ર લખવાની અને ઉભા થતાં મુદ્દાઓ પરત્વે તેમનો પ્રતિભાવ મેળવવાની ફરજ પડી.

મેં તેઓને માહિતગાર કર્યા કે આવા પોસ્ટરોઃ

a. જૂઠાણાંને ઉત્તેજન આપે છે

b. ભારત સરકારના ત્રણ સભ્યો વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપો કરે છે.

c. આ ત્રણ વ્યક્તિઓ વોન્ટેડ હોવાની ખોટી જાહેરાત કરે છે.

મેં ટ્રસ્ટીઓને આમ કરવા પણ જણાવ્યું હતું:

1. ઘૃણા-નફરતને પ્રોત્સાહન આપતા, હિંસાને ઉશ્કેરતાં અને અસત્યને પ્રસરાવતા ઉલ્લેખિત પોસ્ટર્સને દૂર કરો.

2. તેમણે જે વ્યક્તિઓ સામે ખોટાં આરોપો લગાવ્યા હતા તેમની જાહેર માફી માગવી જોઈએ.

3. જે પણ લાગણી દુભાવાઈ છે તેનું વળતર આપવા પ્રતિબદ્ધતા દર્શાવો.

4. આવા મર્યાદાભંગનું પુનરાવર્તન ન થાય તેની ચોકસાઈ રાખવા નીતિ અમલી બનાવો.

મેં તેઓને પ્રતિસાદ વાળવા 7 દિવસની મહેતલ આપી હતી પરંતુ, તેઓ નિષ્ફળ રહ્યા હતા. મારા મત અનુસાર તો ટ્રસ્ટીઓએ તેમની પોતાની જ ચેરિટીના ધ્યેયોને વળગી રહેવામાં નિષ્ફળ રહીને અસામાન્ય સ્તરની બેદરકારીનું પ્રદર્શન કર્યું હતું. આથી, મેં ચેરિટી કમિશનને હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો હતો. હિન્દુઓ અને શીખો દ્વારા ભારે રોષ પ્રદર્શિત કરાયાના પગલે ગુરુદ્વારાને આવા વિવેકહીન અને અપમાનજનક બેનર્સ દૂર કરવાની ફરજ પડી હતી. જોકે, તેમનું કાર્ય વિસંગત અને હાસ્યાસ્પદ કરતાં જરા પણ ઓછું નહિ હોવાની બાબતને આપણે નજરઅંદાજ કરી શકીએ નહિ.

FISIUK (Friends of India Soc Intl UK)એ જણાવ્યું છે કે,‘લેસ્ટરમાં ગુરુ તેગ બહાદુર ગુરુદ્વારા ખાતે તાજેતરમાં પ્રદર્શિત ભારતવિરોધી પોસ્ટરને FISI ભારપૂર્વક વખોડી કાઢે છે.’ તેણે ઉમેર્યું હતું કે,‘ પ્યુ રિસર્ચ રિપોર્ટ 2021 મુજબ ભારતના 95 ટકા શીખો ભારતીય હોવાનો ગર્વ અનુભવે છે. ભારતે આવા આક્ષેપોને ‘તદ્દન વાહિયાત અને પ્રેરિત’ ગણાવી ફગાવી દીધા છે તેમજ હત્યાને ભારત સાથે સાંકળવા મુદ્દે કેનેડાની સરકાર પાસેથી સુસંગત પુરાવાની રાહ જુએ છે’.

આ બેનર્સ અને તે પછી ગુરુદ્વારાએ આપેલું નિવેદન ભારતીય રાજકીય પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. આની સાથોસાથ તે જાણીતા આતંકવાદી અને કટ્ટરવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારત સરકારના ‘એજન્ટ્સ’ થકી કરાઈ હોવાના કેનેડાની સરકારના પાયાવિહોણા અને પુરવાર નહિ થઈ શકેલા આક્ષેપોનો ઉપયોગ કરે છે. સચ્ચાઈ તો એ છે કે ભારત સરકારે હરદીપ સિંહ નિજ્જરને બળવાખોર ખાલિસ્તાની ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલા આતંકવાદી અને ક્રિમિનલ તરીકે જાહેર કરેલો છે અને તેની ધરપકડ કરવાની માગણી પણ કરેલી છે. રસપ્રદ બાબત તો એ છે કે આ બેનરમાં આટલો મહત્ત્વપૂર્ણ મુદ્દો જ ચૂકી ગયાનું જણાય છે.

ગુરુદ્વારા થકી કરાયેલું નિવેદન રાજકીય સ્વરૂપનું હોવાના લક્ષણો ધરાવે છે. તેમનું પોતાનું જ નિવેદન બે દેશો- કેનેડા અને ભારતના રાજકારણનું વિવરણ આપે છે. યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી ચેરિટી સંસ્થા તરીકે તેણે ખુદના ચેરિટેબલ સ્ટેટસના હેતુઓનો ભંગ કર્યો છે.

એક બાબત સ્પષ્ટ છે કે ગુરુદ્વારાના ટ્રસ્ટીઓ ગુરુદ્વારાની તેમજ શીખ ધર્મની પવિત્રતાનું રક્ષણ કરવાની તેમની પ્રાથમિક ફરજમાં નિષ્ફળ રહ્યા છે. ભૂમિ સાથે જોડાયેલા લોકોને ભય છે કે કટ્ટરવાદી ખાલિસ્તાની તત્વો યુકેમાં કેટલાક ગુરુદ્વારાઓમાં પગપેસારો-ઘૂણખોરી કરી રહ્યા છે. આપણે કેનેડામાં આ પાગલપણું નિહાળ્યું છે જ્યાં કોઈ પણ કહી શકે છે કે કેનેડાની સરકારે આ ખાલિસ્તાની આતંકવાદીઓને સલામત ગઢ પૂરો પાડ્યો છે.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે તેમ પ્રાઈમ મિનિસ્ટર ટ્રુડો સહિત કેનેડિયન સૂત્રો દ્વારા કરાયેલાં અટકળો અને આક્ષેપોના મહિનાઓ પછી પણ ભારતની સંડોવણીને દર્શાવે તેવો સ્વતંત્રપણે ખરાઈ કરી શકાય તે પ્રકારનો એક પણ પુરાવો મળી શક્યો નથી. હા, ગત સપ્તાહે જ કેનેડિયન સત્તાવાળાઓએ કહેવાતા અપરાધના ત્રણ સંભવિત કાવતરાખોરોની ધરપકડ કરી હતી. આ ત્રણે અપરાધી શીખ છે અને કદાચ આ અપરાધ ગેંગને સંબંધિત હોય તેમ જણાય છે.

શીખ ઓળખ અને ખાલિસ્તાની આતંકવાદના ક્રમિક વિકાસ સંદર્ભે નિષ્ણાત પુનીત સહાની (યુએસએ) દ્વારા 3 મેની પોસ્ટમાં રસપ્રદ નીરિક્ષણ કરવામાં આવ્યું છે કે,‘ મેં છેક જૂન 2023ના સમયે કહ્યું હતું કે ખાલિસ્તાની ગુરુદ્વારાઓ પર અંકુશ મેળવવાં સરેબીસી (SurreyBC)ની જાટ્ટવાડી ગેંગ્સ વચ્ચે આંતરિક લડાઈના પરિણામે નિજ્જરની હત્યા થઈ હતી. ભારત વહેલી તકે કેનેડા સાથેના રાજદ્વારી સંબંધોને નીચી પાયરીએ ઉતારે અને વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WSO)ને આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત કરે તેવી આશા રાખું છું’.

હવે સાચી શીખ કોમ્યુનિટીએ આપણા ગુરુઓએ જે લડાયક ભાવનાનો મહિમા ગાયો હતો તેને શોધવાની તથા આવા તોફાની તત્વોને દૂર કરવા અને શીખ સંપ્રદાયની અખંડિતાનું રક્ષણ કરવાની આવશ્યકતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter