વિવિધ રાષ્ટ્રીયતા અને પશ્ચાદભૂ ધરાવતા સૌથી નીડર વ્યક્તિઓમાંથી કેટલાક યુનાઈટેડ નેશન્સમાં ‘શરીઆ’ના ખ્યાલને જ આરોપીના પિંજરામાં મૂકવા એકસંપ થયા છે. ઈન્ટરનેશનલ વિમેન્સ ડે તરીકે ઓળખાતા 8 માર્ચના દિવસે સ્ત્રીઓના માનવાધિકારોના હિમાયતીઓએ એકજૂટ થઈ યુનાઈટેડ નેશન્સમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ (Ref: WHRC 5964)નું ટાઈટલ ‘થીમેટિક કમ્પ્લેન્ટ ટુ ધ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ, યુનાઈટેડ નેશન્સ ઓન વર્લ્ડવાઈડ એન્ડ કન્સિસ્ટન્ટ પેટર્ન્સ ઓફ ગ્રોસ, રિલાયેબલી એટેસ્ટેડ એન્ટ કન્ટિન્યુઈંગ વાયોલેશન્સ ઓફ વિમેન્સ હ્યુમન રાઈટ્સ કોઝ્ડ બાય શરીઆ’ છે.
તાજેતરના દાયકાઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોમાં આ એક હોઈ શકે છે. આ ફરિયાદ સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા, શરીઆની ભૂમિકા અને ઈસ્લામિક સંસ્કૃતિની ભૂમિકા જેવા મુદ્દાઓને આવરી લે છે. સ્ત્રીઓના અધિકારો માટે લડી રહેલા આ યોદ્ધાઓ પ્રશંસાપાત્ર છે. આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેમાં સ્ત્રીઓનો અને તેમના અધિકારો માટે લડનારાનો અવાજ કેવી રીતે દબાવી દેવાય છે તેના આપણે સાક્ષી છીએ. આ અવાજને દબાવી દેનારાઓ વિશ્વની ઘણી અગ્રેસર સંસ્થાઓના નેતાઓ જ છે. યુનાઈટેડ નેશન્સ આવી જ એક સંસ્થા છે જે માનવ અધિકારો અને મહિલાઓના અધિકારોને વિશે સરળતાથી શબ્દાડંબર અને લાક્ષણિક ટીકાઓ પૂરાં પાડે છે પરંતુ, વ્યવહારમાં અને મારા મતે તો કેટલાક સાંસ્કૃતિક, ધાર્મિક અને વિચારધારાની રીતરસમો થકી સ્ત્રીઓનું શારીરિક, માનસિક અને સંવેદનાત્મક શોષણ થતું હોય ત્યારે મૌન ધારણ કરી લેનાર સૌથી ખરાબ અપરાધીઓમાં કદાચ એક છે.
મેં આ ફરિયાદ પર સહી કરનારા કેટલાક લોકોને ફરિયાદને સમર્થન આપવા માટેના કારણો પૂછ્યા હતા અને તેમના પ્રતિભાવો દરેક સ્થળે સ્ત્રીઓ માટે પ્રકાશ અને આશાના કિરણો લઈ આવે છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પૂર્વ ફોરેન સર્વિસ ઓફિસર અને ‘હિડન સ્ટ્રગલઃ ધ ચેલેોન્જ ઓફ શરીઆ ઈન ધ વેસ્ટ’ના લેખિકા (જૂન 2023) લેસ્લી બી. લેબલે કહ્યું હતું કે, ‘ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC) ફરિયાદમાં કહેવાયું છે તે મુદ્દે પ્રતિભાવ આપે તે વિશે મને શંકા છે કારણકે તેના સૌથી પ્રભાવશાળી સભ્યોમાંથી ઘણા વિશ્વભરમાં શરીઆ અપનાવવાને ઉત્તેજન આપી રહ્યા છે. જોકે, કોઈએ તો કશેથી શરૂ કરવું જ રહ્યું અને ફરિયાદ આમ કરવાનું શ્રેષ્ઠ સ્થળ છે. તે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી જાહેરમાં જે કહે છે અને વાસ્તવમાં શું થાય છે તે વચ્ચે વિરોધાભાસ-વિસંગતિને પ્રકાશિત કરે છે. તેની દલીલો મજબૂત ભૂમિ પર ખડી છે અને જાહેરમાં સરળતાથી સત્ય ઉચ્ચારવાની શક્તિને કોઈએ ઓછી આંકવી ન જોઈએ’.
અન્ય સહી કરનારા મુસ્લિમ વિમેન સ્પીકર્સના સંસ્થાપક અને વિમેન્સ વર્કિંગ ગ્રૂપ (ઈન્ટરનેશનલ રીલિજિયસ ફ્રીડમ રાઉન્ડટેબલ ડીસી)ના સહાધ્યક્ષ સોરાયા એમ. દીને જણાવ્યું હતું કે,‘ હું મજબૂતપણે માનું છું કે શરીઆ કાયદાઓ (જે માનવસર્જિત છે) સ્ત્રીઓની તરફેણ કરતા નથી. મોટા ભાગના ધર્મો દ્વારા સ્ત્રીઓનાં શરીરોને હંમેશાં અંકુશિત અને પ્રશંસિત કરાયાં છે. પિતૃસત્તા એક રોગ છે જ્યાં પુરુષો ધાર્મિક બાબતોમાં નૈતિક શ્રેષ્ઠતા ધારણ કરે છે. મુસ્લિમ વિશ્વમાં તે મુખ્ય પ્રવાહ છે. અને ધાર્મિક સ્વાતંત્ર્યની બાબતો હંમેશાં લૈંગિક ભેદભાવની બાજી મારી જાય છે. હું મજબૂતાઈથી માનું છું કે આપણે આ કાયદાઓને પડકારીએ, પ્રશ્ન કરીએ અને બદલી નાખીએ તે સમય આવી ગયો છે.’
દરેક હસ્તાક્ષર કરનારાઓ પાસે કહેવાની કહાણી, સહભાગી બનાવવાને પાત્ર મંતવ્ય તેમજ સ્ત્રીઓ માટે ઉભા રહેવાની, અત્યાચારને પડકારવાની તાકાત અને ધીરજ તથા જેમનો અવાજ નથી તેમનો અવાજ બનવાની આંતરિક શક્તિ છે. વિશ્વભરમાં કરોડો મુસ્લિમ સ્ત્રીઓ મૌન પ્રાર્થના કરે છે કે યુનાઈટેડ નેશન્સ આ ફરિયાદને યોગ્યપણે અને ત્વરા સાથે તપાસવાની શક્તિ કેળવશે.
જોકે, ઘણી વાર સત્ય ઘણું અલગ જ હોય છે. યુનાઈટેડ નેશન્સ ઈસ્લામિસ્ટ્સના તુષ્ટિકરણ માટે જાણીતું છે. આનાથી પણ ખરાબ એ છે કે ઉચ્ચ ટેબલ પર બેસતા અગ્રણી દેશો ઘણી વાર બધું નજરઅંદાજ કરી લે છે. આથી દરેક સભ્ય રાષ્ટ્રને મારો પડકાર છે કે શું તમે સારી રીતે વ્યક્ત કરાયેલી ફરિયાદમાં યુએન તત્કાળ અને સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ હાથ ધરે તે માટે સત્તાવાર માગણી કરશો ખરાં? મેં આ ફરિયાદ વાંચી છે અને હું તમને ખાતરી આપવા માગું છું કે જો રજૂ કરાયેલા પુરાવાઓ સંદર્ભે સ્વતંત્ર જ્યૂરી બેસાડાય તો તેઓ નિશ્ચિતપણે આરોપ લગાવાયા મુજબ શરીઆને દોષી ઠરાવશે. તે મહિલાઓના અધિકારો પરત્વે અસંગત છે, બસ વાત પૂરી.
એ ફર્ધર ઈન્ક્વાયરીના સ્થાપક અને કેનેડાના ઓન્ટારિઓનામેથ્યુ જીઆગ્નોરીઓ ઘણી સારી વાત કરે છેઃ ‘ હું ગર્વ સાથે હસ્તાક્ષર કરનારાની યાદીમાં મારું નામ ઉમેરું છું કારણકે માત્ર એકાકી કેસનો ઉપાય માગતી અગાઉની યુએન હ્યુમન રાઈટ્સ કમ્પ્લેઈ્ન્સથી વિપરીત આ ફરિયાદ મુસ્લિમ અને બિનમુસ્લિમ મહિલાઓ પર શરીઆની વૈશ્વિક નુકસાનકારી અસરોના નિરાકરણ માટે રજૂ કરાયેલી સૌપ્રથમ વિસ્તૃત કેસ સ્ટડી છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘યુએન ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ, ધ યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સ, ઉદાર ધર્મનિરપેક્ષ લોકશાહી રાષ્ટ્રો સહિતની સમજણ અનુસારના માનવ અધિકારો અને શરીઆ દ્વારા તેને કેવી રીતે સમજાય છે તેના વચ્ચે મૂળભૂત વિરોધાભાસ રહેલો છે.’
લાગરુડિઆ કોમ્યુનિટી કોલેજ અને સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કના પ્રોફેસર ડો. લક્ષ્મી બાંડલામૂડીએ મહત્ત્વપૂર્ણ નીરિક્ષણ કરતાં કહ્યું છે કે, ‘ 7 ઓક્ટોબરે ઈઝરાયેલી સ્ત્રીઓ પર જંગલિયાતપૂર્ણ બળાત્કાર, અપહરણો અને જાતિય હુમલાઓના દિલ દહેલાવનારી ઘટનાઓ જાણ્યા પછી પણ યુનાઈટેડ નેશન્સના મૌનથી મને ભારે ઘૃણા થઈ છે. મને આ બાબતે ભારે લાગણી થવાથી મેં આ પિટિશન પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય લીધો હતો.’
લેસ્લી એસ. લેબલ, સોરાયા એમ. દીન, મેથ્યુ જીઆગ્નોરીઓ અને ડો. લક્ષ્મી બાંડલામૂડી દ્વારા વ્યક્ત લાગણીઓ સાથે સમગ્ર વિશ્વના કરોડો લોકો સહભાગી છે. તેમણે તો દડો યુનાઈટેડ નેશન્સની કોર્ટમાં દડો નાખ્યો છે, હવે શરીઆ દ્વારા લદાયેલા સ્ત્રીઓનાં શોષણ અને અપવિત્રીકરણને નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે.
સત્ય અને ન્યાયના આ અભિયાનનો મુદ્રાલેખ ‘ # આઈ સ્ટેન્ડ ફોર હર’ છે. તો હું આજે જાહેર કરું છું કે ‘ આઈ સ્ટેન્ડ ફોર હર’. મારો તમને બધાને પ્રશ્ન છે કે તમે કોની સાથે ખડા છો? શરીઆના પીડિતો સાથે? અથવા અપરાધીઓ સાથે?