TOIEC મેટર્સ અને હ્મુમન રાઈટ્સ ક્લેઈમ્સ

મિસ ફહમીના ફરાની, સોલિસિટર/પાર્ટનર Wednesday 19th February 2020 08:23 EST
 
 

ગઈ તા.૨૬-૨૭ જૂન ૨૦૧૮ના રોજ Khan & Ors v SSHD [2018] EWCA Civ 1684ની સુનાવણી થઈ ત્યારથી TOIEC મેટર્સમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ સુનાવણી હોમ ઓફિસ અને એપેલન્ટ (અપીલ કરનાર) બન્નેની રજૂઆત સાંભળીને તેના પર સંમત થવા માટે હતી.

એપેલન્ટે તેના આર્ટિકલ ૮ના દાવાઓને સમર્થન આપતી વિગતો રજૂ કરવાની હતી. તે પછી હોમ ઓફિસ ૨૮ દિવસમાં તેનો નિર્ણય પાછો ખેંચે અથવા તેને રાઈટ ઓફ અપીલ આપે તેમ હતું. કોર્ટ TOIECની મેટરની સુનાવણી કરે અને એપેલન્ટ અપીલમાં જીતી જાય તો હોમ ઓફિસે તેને યુકેમાં લીવ ટુ રિમેન સુનિશ્ચિત કરવાની તક આપવી પડે.

કેટલાંક સંજોગોને ધ્યાનમાં રાખીને સાથે હોમ ઓફિસે તેની દલીલો રજૂ કરી હતી.

૧. ETS/TOIEC મેટર્સ લાંબા સમયથી પડતર હોવાની બાબતને હોમ ઓફિસે સમર્થન આપ્યું હતું. અને હોમ ઓફિસ Ahsan ને ધ્યાનમાં રાખીને હ્યુમન રાઈ્ટસના ક્લેમ્સ વિશે વિચારણા કરશે અને લાગૂ પડતું હશે તે મુજબ દેશમાં રાઈટ ઓફ અપીલ અથવા યોગ્ય ઉપાયને મંજૂરી આપશે.

૨. કેસમાં સ્થિતિ એવી હતી કે તેમણે વિઝા ટૂંકાવી નાખ્યા હોય અને કોર્ટનો ચૂકાદો ન આવે ત્યાં સુધી લીવની મુદત પૂરી થવાની બાકી હોય અને કોઈ છેતરપિંડી ન થઈ હોય તો હોમ ઓફિસ વિઝા ટૂંકાવવાનો તેનો નિર્ણય પાછો ખેંચી લેશે અને મુદત પૂરી થવાની તારીખ સુધી લીવ અમલમાં રહેશે.

૩. લીવ ટૂંકાવી નાખવામાં આવી હોય અને અન્ય કોઈ અરજી કરાયા વિના તેની મુદત પૂરી થઈ ગઈ હશે તો હોમ ઓફિસ તેમને યુકેમાં લીવ ટુ રિમેન મેળવવાની તક પૂરી પાડશે.

૪. લીવની મુદત પૂરી થઈ ગઈ હોય અને વધુ લીવ માટે નિયત સમયમર્યાદામાં અરજી કરવામાં આવી હોય પરંતુ, ETSને લીધે અરજી નામંજૂર કરવામાં આવી હોય તો પણ કોર્ટ એવો નિર્ણય લે કે કોઈ છેતરપિંડી થઈ ન હતી તો તેવા સંજોગોમાં હોમ ઓફિસ દ્વારા અરજી નામંજૂર કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવાશે.

૫. ETSના સંદર્ભમાં લેવાયેલા ખોટા નિર્ણયોને લીધે તમામ કેસોમાં લીવમાં અગાઉનો કોઈ તફાવત (ગેપ) રાખવામાં નહીં આવે તે બાબતને હોમ ઓફિસે સમર્થન આપ્યું હતું. હવેથી હોમ ઓફિસ વિચારણા કરતી વખતે તમામ સંજોગોને ધ્યાનમાં લેશે. Hossain માં s3C ચાલુ રાખવા અંગે વિચારણા થઈ હતી.

હ્યુમન રાઈટ્સ ક્લેઈમ્સ

હોમ ઓફિસ આર્ટિકલ ૮ હેઠળ અરજદારોના હક્ક વિશે વિચારણા કરશે. કોઈ ભંગ થયો છે કે કેમ તેના વિશે અથવા તો તેને દૂર કરવાથી અરજદારની કારકિર્દી ગંભીરપણે જોખમમાં મૂકાશે કે કેમ તે અંગે વિચારણા કરશે. તેથી TOIEC/ETSને લીધે જેમને પણ અસર થઈ હોય અને તેમની મેટરનો ક્યારેય ઉકેલ ન આવી શકે તેમ હોય તેવા તમામ લોકો માટે આ બાબત ખૂબ મહત્ત્વની છે.

આ સમય TOIEC ના વીક્ટીમ્સે (પીડિતોએ) આગળ આવવાનો અને શક્ય તેટલી ઝડપે પોતાની રજૂઆતો સુપરત કરવાનો છે. વધુ માહિતી માટે સંપર્કઃ

- ફહમીના ફરાની, સોલિસિટર/પાર્ટનર, ફરાની ટેલર સોલિસિટર્સ

ફોનઃ 07773 706 866 / ઇ-મેઇલઃ [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter