ન્યૂ યોર્કઃ અમેરિકાએ પોતાના પ્રથમ કોમર્શિયલ સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ માટે ચાર એસ્ટ્રોનોટ્સની પસંદગી કરી છે. નાસાએ ગત સપ્તાહે જાહેર કરેલા આ ચાર એસ્ટ્રેનોટ્સમાં ગુજરાતી મૂળની સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે. માણસને મંગળ પર મોકલવા સાથે જોડાયેલા પ્રોજેક્ટ સાથે આ ટીમ સંકળાયેલી રહેશે. આ ટીમ અમેરિકાના માર્સ મિશનમાં ભાગીદારી કરશે. લોકોને અંતરિક્ષમાં લઈ જવાની યોજના માટે તેમને કોમર્શિયલ વિહિકલ ઓપરેટ કરવાની ટ્રેનિંગ અપાશે.
સુનિતાનાં નામે કયા રેકોર્ડ છે?
-તેઓ પ્રથમ એવાં મહિલા એસ્ટ્રોનોટ છે કે, જેમના નામે સ્પેસવોકમાં પાંચ કલાક અને ૪૦ મિનિટનો સમય વિતાવવાનો રેકોર્ડ છે.
-તેઓ બીજા એવાં મહિલા છે જેમણે મહત્ત્વની સ્પેસ ફ્લાઇટનો હિસ્સો રહેવા સાથે સ્પેસમાં ૩૨૨ દિવસો વિતાવ્યા છે, તેમનાથી વધુ પેગી વ્હિટસને સ્પેસમાં ૩૭૭ દિવસો વિતાવ્યા હતા.