રોમ/ડોકોમાઃ ક્લાઈમેટ ચેન્જની અસરનો સામનો કરી રહેલા ૨૬૦,૦૦૦ ગ્રામીણ પરિવારોને મદદરૂપ થવા ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ (IFAD) અન ટાન્ઝાનિયા સરકાર વચ્ચે $૭૭.૪ મિલિયનના પ્રોજેક્ટના કરાર પર હસ્તાક્ષરો થયા હતા. ધ એગ્રીકલ્ચર એન્ડ ફિશરીઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (AFDP) ઉત્પાદકતા વધારવા, પોષણ અને ફૂડ સિક્યુરિટી સુધારવા અને તે વધારવા માટે ગ્રામીણ લોકોને સંસાધનો પૂરા પાડશે.
ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વધુ છે. ૩૧ ટકા લોકો ગરીબી રેખાની નીચ જીવે છે અને તેમની આજીવિકા માટે પશુપાલન, અન્ન ઉત્પાદન તેમજ મત્સ્યોદ્યોગ પર આધાર રાખે છે. કોવિડ – ૧૯ને લીધે વધુ ૫૦૦,૦૦૦ ટાન્ઝાનિયન્સ ગરીબીનો ભોગ બને તેમ છે ત્યારે AFDP ટાન્ઝાનિયા અને ઝાંઝીબારમાં ૪૧ જિલ્લામાં નાના ખેડૂતો, નાના અને મધ્યમ કક્ષાના બીજ ઉત્પાદકો, પ્રોસેસર્સ, એક્વાફાર્મર્સ અને અન્યોને તેમાં આવરી લેશે. તેમાંના અડધા લાભાર્થીઓ મહિલાઓ હશે અને ૩૦ ટકા યુવાનો હશે.
IFAD કન્ટ્રી ડિરેક્ટર ફોર ટાન્ઝાનિયા ફ્રાન્સિસ્કો રિસ્પોલીએ જણાવ્યું કે ફૂડ સિક્યુરિટી અને ન્યૂટ્રિશિયન બન્ને સમાવેશી આર્થિક પ્રગતિ અને સાતત્યપૂર્ણ વિકાસના ચાલક અને સંકેત છે. તે ભવિષ્યમાંનું રોકાણ પણ છે.
ગરીબી અને ભૂખમરામાંથી બહાર આવવાનો મુખ્ય માર્ગ કૃષિ છે. દેશના જીડીપીમાં તેનો હિસ્સો ૨૯ ટકા છે. તે ૬૬.૩ ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે અને દેશની ૯૫ ટકા અન્નની જરૂરીયાત પૂરી કરે છે.