કમ્પાલાઃ ગુડ ફ્રાઈડે પછીના દિવસે સવારે કમ્પાલાના આર્ચબિશપ ડો. સિપ્રિયન કિઝિટો લ્વાંગાના આકસ્મિક અવસાનની જાહેરાતથી યુગાન્ડાવાસીઓને ખૂબ આઘાત લાગ્યો હતો. જોકે, ગયા ડિસેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલતો હતો ત્યારે તેઓ કેટલાંક નારાજ યુગાન્ડાવાસીઓના આક્ષેપોનો ભોગ બન્યા હતા.
તે વખતે લ્વાંગાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો ભારે દુરુપયોગ થઈ રહ્યો છે. ઘણાં ખોટા સમાચારો આવે છે. લોકો જૂઠ્ઠાણું ચલાવે છે. હું (મુસેવેની દ્વારા ) ખરીદાયેલો છું તેવો આક્ષેપ કરે છે. કેટલાંક લોકો તો તેમના અને અન્ય ધાર્મિક વડાઓ પર આક્ષેપ કરે છે કે બોબી વાઈનના પ્રમુખપદના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તેમનો ઉપયોગ થઈ રહ્યો છે. એક વ્યક્તિએ તો એવું કહ્યું હતું કે અમે ઝેર આપીને બોબી વાઈનને મારી નાખવા માગીએ છીએ.
દેશમાં ક્યારેય કંઈ પણ ખોટું થાય ત્યારે તેઓ અવાજ ઉઠાવતા હતા.