એડિસ અબાબાઃ ટાઈગ્રે પીપલ્સ લીબરેશન ફ્રન્ટ (TPLF) એ અથડામણમાં એરિટ્રીયાના સૈનિકો સહિત ૫૦૨ ઈથિયોપિયન સૈનિકોને મારી નાંખ્યા હોવાનો દાવો કર્યો હોવાનું કેન્યાના ડેઈલી નેશનના અહેવાલમાં જણાયું હતું. ટાઈગ્રે ડિફેન્સ ફોર્સીસ (TDF)એ દાવો કર્યો હતો કે પાંચ ટેન્ક, ૧૭૭ રોકેટ, ૨૨ લશ્કરી વાહન, કેટલાંક શસ્ત્રો અને સંદેશાવ્યવહાર સુવિધાઓ સહિત લશ્કરી શસ્ત્ર સરંજામનો નાશ કર્યો હતો.
આ સૈનિકો તાજેતરમાં ઈથિયોપિયાના ઉત્તરી પ્રાંતમાં હુમલામાં સામેલ હોવાનું મનાય છે. TDFના પ્રવક્તા ગેબ્રે ગેબ્રેત્સેડિકના જણાવ્યા મુજબ આ અથડામણમાં સંખ્યાબંધ સૈનિકો ઘવાયા હતા. તેમણે કહ્યું કે ૮ ફેબ્રુઆરીએ તેમના દળોએ જુવામારે વિસ્તારમાં કોલા - ટેમ્બેન ટાઉનમાં સૈનિકો પર હુમલો કર્યો હતો. ત્યાંથી તમામ સૈનિકોનો સફાયો કર્યો હતો. બીજા દિવસે તેમના દળોએ દુશ્મન સૈન્યના એડિ-ચીલો વિસ્તારમાં હુમલો કરીને ૩૫૮ સૈનિકોને મારી નાખ્યા હતા. તેમાં ૧૫૦ સૈનિકો ઘવાયા હતા.