નાઈરોબીઃ કેન્યા અને યુકે વચ્ચે થયેલી વ્યાપાર સમજૂતી પ્રમાણે કેન્યા બ્રિટિશ કંપનીઓના માલસામાનના પ્રવેશ પર ૨૫ વર્ષના સમયગાળા સુધી ટેક્સ વસૂલશે નહીં. જોકે, બ્રિટન સાથે બ્રેક્ઝિટ પછીની સમજૂતીમાં સાત વર્ષનો પ્રતિબંધ પૂરો થયા પછી યુકેની કંપનીઓ સ્થાનિક માર્કેટમાં કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો સિવાયના ફિનિશ્ડ અને અનફિનિશ્ડ ગુડ્સ મોકલી શકશે.
ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન, ટ્રેડ અને એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ પાર્લામેન્ટને કેન્યા અને યુનાઈટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડ (UK) વચ્ચે થયેલા ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (EPA)ને મંજૂરી આપવા ૨૨ ડિસેમ્બરે તે સંસદમાં રજૂ કર્યો હતો. અને તેની વિગતો આપી હતી.કેન્યાએ ગઈ ૮ ડિસેમ્બરે કરેલી સમજૂતીમાં બ્રિટન ૩૧ ડિસેમ્બરે ઈયુથી સત્તાવાર રીતે છૂટું પડે તે પછી ડ્યૂટી ફ્રી અને ક્વોટા ફ્રી નિકાસ મેળવવાના મુદ્દાને યથાવત રાખ્યો હતો.
કેબિનેટ સેક્રેટરી બેટ્ટી મૈનાએએ જણાવ્યું કે કેન્યા લંબાવાયેલા સમયગાળા (સાત વર્ષના મોરેટોરિયમ સાથે ૨૫ વર્ષ સુધી) યુકે સાથેના કુલ વ્યાપારના મૂલ્યના ૮૨.૬ ટકા વ્યાપાર મુક્ત કરવા સૂચવે છે. તેમાં મોટાભાગે કાચો માલ, મૂડીગત માલ, મધ્યવર્તી પેદાશો અને તમામ આવશ્યક માલસામાનનો સમાવેશ થાય છે.
કેન્યા અને યુકેની સંસદોએ આ ડીલ અમલી બને તે પહેલા તેને મંજૂરી આપવાની જરૂર છે. હાઉસ ઓફ લોર્ડ્સે ૧૦ ફેબ્રુઆરીની આખરી સમયમર્યાદામાં ૨૧ દિવસ વધારવાની તેની ઈન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ કમિટીની દરખાસ્તને સમર્થન આપ્યું હતું. એ
કેન્યા સાથેની વ્યાપાર સમજૂતીઓ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે કયા વિકલ્પો વિચારવામાં આવ્યા છે તેની યુકે સરકારે સ્પષ્ટતા ન કરી હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો છે.