નાઈરોબીઃ તાના રીવર મેન્સ્ટ્રુઅલ હાઈજીન એમ્બેસેડર મિલ્કા હેડીડાને પિરીયડ પોવર્ટી સામેની લડતમાં પ્રયાસો બદલ પ્રતિષ્ઠિત ફ્લોરેન્સ નાઈટીંગલ મેડલ મળ્યો હતો. આ એવોર્ડ માટે રેડ ક્રોસ સોસાયટી દ્વારા દુનિયાભરમાંથી અન્ય ૨૫ હેલ્થ વર્કર અને વોલન્ટિયરને નોમિનેટ કરાયા હતા. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ, ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસના કમિશન દ્વારા પસંદગી કરાઈ હતી.
કેન્યા રેડ ક્રોસ વોલન્ટિયર હેડિડા શુભેચ્છકો પાસેથી સેનિટરી ટોવેલ્સ એકત્ર કરવાનું કેમ્પેન ચલાવે છે. ત્યારપછી તે સાઈકલ પર સવાર થઈને કાઉન્ટીની આસપાસની નિઃસહાય છોકરીઓને તેનું વિતરણ કરે છે.
પાંચ મહિનાના પ્રયાસોમાં તેમણે કાઉન્ટીની ૨,૩૦૦છોકરીઓને સેનિટરી ટોવેલ્સ પહોંચાડ્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં પિરીયડ પોવર્ટી વિશેની દુઃખદ ઘટનામાં તે બાબત સમાચાર માધ્યમોની હેડલાઈન બની હતી.
nation.africa સાથેની મુલાકાતમાં હેડિડાએ જણાવ્યું કે દેશમાં પિરીયડ પોવર્ટી સામેની લડાઈમાં આ એવોર્ડ ભાવુકતાપૂર્ણ છે. હું તમને ખાતરી આપું છું કે આપણી છોકરીઓ જે કટોકટીનો સામનો કરી રહી છે તેમાં જોડાવા માટે તે વધુ એક્ટિવિસ્ટને પ્રેરણા પૂરી પાડશે.
હેડિડાએ ઉમેર્યું કે દેશમાં ૫,૦૦૦થી વધુ છોકરીઓ આ મુશ્કેલી ભોગવી રહી છે અને તેથી તેમને જરૂર છે. હેડિડાએ પુનરોચ્ચાર કર્યો હતો કે સ્કૂલોમાં સેનિટરી પેડ વહેંચવાના સરકારના પ્રયાસો પૂરતા નથી કારણ કે વિદ્યાર્થિનીઓ તે પેડ તેમની બહેનો સાથે શેર કરે છે. પેડ ખરીદવાની ક્ષમતા ન હોવાથી તેમ બને છે.
હેડિડાએ તેના પ્રયાસોમાં સહભાગી થવા અને વધુ સેનિટરી ટોવેલ્સ આપવા તથા કાઉન્ટીના વંચિત વિસ્તારોમાં તે પહોંચાડવામાં મદદરૂપ થવા સંસ્થાઓ અને શુભેચ્છકોને અનુરોધ કર્યો હતો.