નાઈરોબીઃ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ કેન્યાને ECF અને EEF વ્યવસ્થા માટે ૨.૩૪ બિલિયન અમેરિકન ડોલરનું પેકેજ મંજૂર કર્યું હતું. ત્રણ વર્ષમાં અપાનારા આ પેકેજથી ઓથોરિટીઝને કોવિડ – ૧૯ના આગામી તબક્કાનો સામનો કરવામાં અને નબળા વર્ગોનું રક્ષણ કરવા સાથે દેવું ઘટાડવામાં મદદરૂપ થશે.
આ ફંડ સપોર્ટેડ પ્રોગ્રામ દ્વારાકેટલાંક સરકારી સાહસોમાં રહેલી ખામીઓ પર ધ્યાન આપવામાં અને ભ્રષ્ટાચારમુક્ત માળખા દ્વારા પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવવા સહિત વ્યાપક સુધારાને આગળ વધારવામાં આવશે.
ફીચ રેટિંગ્સે તાજેતરમાં નેગેટિવ આઉટલુક સાથે કેન્યાની ક્રેડિટ B+ નું રેટિેંગ આપ્યું હતું. ફીચે જણાવ્યું હતું કેદેશનો મજબૂત આર્થિક વિકાસ, મેક્રોઈકોનોમિક સ્ટેબિલીટી સકારાત્મક પાસુ છે.
અંદાજ પ્રમાણે કેન્યાને ૨૦૨૧માં ૨.૬ બિલિયન ડોલર અને ૨૦૨૨માં ૩.૬ બિલિયન ડોલરનું વિદેશી દેવુ રહેશે. કેન્યા દેવાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે આઈએમએફના નાણાં, વર્લ્ડ બેંકની એક બિલિયન ડોલરની લોન તેમજ ૨૦૨૧ અને ૨૦૨૨ યુરો બોન્ડ ઈસ્યુનો ઉપયોગ કરશે.