નાઈરોબીઃ કેન્યાની હોસ્પિટલોની બ્લડ બેંકોમાં લોહીનો જથ્થો ખૂબ ઓછા પ્રમાણમાં હોવાથી ત્યાં રકત અંગે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. કોવિડ મહામારીને લીધે ડોનરો પણ ગભરાતા હોવાથી પરિસ્થિતિ વધુ કથળી છે. મોટાભાગના બ્લડ ડોનરો સ્કૂલો અને કોલેજોના છે અને કોવિડને લીધે તેઓ ઘરે છે. અન્ય ડોનરો દર્દીઓના સગાં છે તેઓ મુસાફરી કરીને આવતા હોય છે પરંતુ, રાત્રિ કરફ્યુ હોવાથી તેમની હેરફેર પણ નિયંત્રિત છે. પરંતુ, કોરોના વાઈરસની મહામારી ફેલાઈ તે પહેલા જ બ્લડનો જથ્થો ખૂબ ઓછો હતો. જેને લીધે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાતવાળા ગંભીર દર્દીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો.
કેન્યા નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસ (KNBTS) એ જુલાઈ ૨૦૧૮ અને જૂન ૨૦૧૯ વચ્ચે એકત્ર કરાયેલા ૧૭૨,૦૪૧ યુનિટ કરતાં ઓછું ૧૬૪,૪૬૮ યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન્સ મુજબ કુલ વસતિના પ્રમાણમાં જેટલાં ડોનર હોવા જોઈએ તેનાં કરતાં તે ઓછું છે. કેન્યાને દર વર્ષે ૫૦૦,૦૦૦થી એક મિલિયન બ્લડ યુનિટની જરૂર પડે છે.
કેટલીક હોસ્પિટલોના વિશ્લેષણમાં જણાયું કે બ્લડની તાતી જરૂરિયાતવાળા ઘણાં દર્દીઓનું મૃત્યુ થઈ રહ્યું છે. કેન્યામાં ડોનેટ કરાયેલું બ્લડ સોમાલિયા જેવા પડોશી દેશોમાં વેચાઈ રહ્યું હોવાના મિનિસ્ટ્રી ઓફ હેલ્થના અહેવાલ હોવા છતાં આ થઈ રહ્યું છે. હોસ્પિટલો દર્દીઓને બ્લડ આપે છે પરંતુ, તેને ડિસ્ચાર્જ કરાય તે પહેલા તેનું રિપ્લેસમેન્ટ આપવું જરૂરી હોય છે. કેન્યાના ઘણાં લોકો હોસ્પિટલે આવી શકતા નથી તેથી રિપ્લેસમેન્ટ માટે બ્લડ મળતું નથી.
દર્દીઓના પરિવારજનો અને મિત્રોના ડોનેશન પર સરકારી કેન્યાટા નેશનલ હોસ્પિટલના હેમેટોલોજિસ્ટ ડો. પીટર મ્વામ્બા માતુરીએ જણાવ્યું કે બ્લડનો જથ્થો ખૂબ ઓછો છે. કેન્યામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો મુશ્કેલી બ્લડ બાબતે ઉભી થાય.
બ્લડ ટ્રાન્સફ્યુઝનની 2001ની નીતિવિષયક ગાઈડલાઈન પ્રમાણે MoHએ સર્વગ્રાહી અને સુસંકલિત રાષ્ટ્રીય બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસ માટે પ્રતિબદ્ધ હતી. આ સૂચિત કેન્યા નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસ બીલ કેન્યામાં બ્લડ ટ્રાન્સ્ફ્યુઝનના નિયંત્રણ અને સંકલનની સંપૂર્ણ જવાબદારી સાથે આ સર્વિસને સરકારી સેવા તરીકે ઓળખ આપે છે. આ બીલ ચર્ચા માટે રજૂ કરાશે