ન્દજામેરાઃ સેનેગલની કોર્ટે ચાડના પૂર્વ પ્રમુખ હિસ્સેને હેબ્રેને છોડી મૂકવાની વિનંતીને નકારી કાઢી હોવાનું તેમના વકીલોએ જણાવ્યું હતું. હેબ્રેને દુષ્કર્મ, ગુલામી અને અપહરણ જેવા માનવતા વિરુદ્ધના ગુના બદલ ડકારની આફ્રિકન કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે.
૭૯ વર્ષીય હેબ્રે ૧૯૮૨થી ૧૯૯૦ સુધી ચાડના પ્રમુખ હતા. હેબ્રેના શાસન દરમિયાન લગભગ ૪૦,૦૦૦ લોકો ભોગ બન્યા હોવાનો ચાડીયન કમિશન ઓફ ઈન્કવાયરીનો અંદાજ છે.૧૯૯૦ માં સત્તા પરથી ઉથલાવી દેવાયેલા હેબ્રેએ સેનેગલમાં આશ્રય લીધો હતો. આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ ત્યાં તેમની સામે ટ્રાયલના સંજોગો ઉભા થયા હતા. ૨૦૧૩માં તેમની ધરપકડ કરાઈ હતી.