હરારેઃ જોખમી જાહેર કરાયાના અઠવાડિયાઓ પછી નાણાં ઉભા કરવા માટે ઝિમ્બાબ્વેએ ૫૦૦ હાથીઓના શિકારના હક્કો વેચ્યા હોવાનું દેશની પાર્ક્સ એન્ડ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ટીનાશે ફારાવોએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે દેશમાં વરસાદની સીઝનમાં એપ્રિલથી ઓક્ટોબર સુધી હાથીનો શિકાર કરવાને મંજૂરી અપાઈ છે.
કોરોના વાઈરસને લીધે સર્જાયેલી આર્થિક મુશ્કેલીમાં આ વિવાદાસ્પદ પ્રવૃત્તિ દ્વારા ઉભી થયેલી આવક મહત્ત્વની રહેશે.તેમણે કહ્યું કે તેમને ૫૦૦ હાથીના શિકારની સત્તા મળી છે અને તેઓ આ રીતે આવક ઉભી કરે છે. એક હાથીનો શિકાર ૧૦,૦૦૦ ડોલર જેટલી રકમમાં પડે છે. શિકારીઓને ટ્રેકર્સ, રક્ષણ કરનારા અન્ય શિકારીઓ અને રસોઈયા જેવા વધુ સહાયકોની જરૂર પડતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જોકે, વન્ય જીવ સંવર્ધન ગ્રૂપ્સે જોખમી ગણાતા પ્રાણીઓના શિકાર અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.