ઝિમ્બાબ્વેના પત્રકારનું ગીત વાયરલ થયું

Tuesday 16th February 2021 15:48 EST
 
 

હરારેઃ ભ્રષ્ટાચારના વિરોધમાં ટ્વીટ કરવા માટે છ મહિનામાં ત્રણ વખત ધરપકડ કરાઈ હોવા છતાં હિંમત ન હારનારા ઝિમ્બાબ્વેના પત્રકાર હોપવેલ શીનોનોએ તેમનો સંદેશ ફેલાવવા માટે ગીતોની મદદ લીધી છે. વાઈરલ થયેલા વીડિયોમાં શીનોનોએ ડેમ લૂટ – ધે લૂટ ટાઈટલ સાથે ફ્રી સ્ટાઈલ્ડ રેગેજ ડાન્સ – હોલ ટ્રેક રજૂ કર્યો છે. તેમાં તેમણે ઝિમ્બાબ્વેમાં થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારની વાત કરી છે.

આ ગીતથી ટ્વીટર પર #DemLootChallenge શરૂ થઈ છે. જેઝ અને એકાપેલ્લા સહિત અન્ય સ્વરૂપમાં તેનું નિરુપણ થઈ રહ્યું છે. આ ગીતમાં તેમણે ઈંગ્લિશ અને ઝિમ્બાબ્વેની સ્થાનિક ભાષા શોનાનું મિશ્રણ કર્યું છે. શીનોનોએ જણાવ્યું કે જેલમાંથી છૂટ્યાના ત્રણ દિવસ પછી તેમણે આ ગીત બનાવ્યું હતું. તેમણે કહ્યું કે તે મ્યુઝિક વગાડતા હતા અને તેમના મનમાં આ વાત ચાલતી હતી તેથી તેમણે ગીત ગાવાનું શરૂ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter