દારે સલામઃ ટાન્ઝાનિયા સરકાર દેશના મૂળ નિવાસીઓ માસાઈ જાતિના લોકોને તેમના પૂર્વજોની ભૂમિમાંથી બળપૂર્વક હટાવી અન્ય સ્થળે વસાવી રહી હોવાનો આક્ષેપ હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના રિપોર્ટમાં જણાવાયું છે. ટાન્ઝાનિયા સરકાર કન્ઝર્વેશન અને ટુરિઝમના હેતુસર ફાળવેલી જમીનમાંથી 82,000થી વધુ માસાવી લોકોને અન્યત્ર સ્થળોએ ખસેડવાનું લક્ષ્ય ધરાવે છે.
માસાવી લોકો પેઢીઓથી એન્ગોરોન્ગોરો કન્ઝર્વેશન એરિયામાં વસે છે. માસાવી લોકોને હટાવવા દરમિયાન ઘણી વખત હિંસક અથડામણો પણ થઈ છે. ટાન્ઝાનિયાની વિચરતી જાતિ કોમ્યુનિટીને કેટલાક નેશનલ પાર્ક્સમાં વસવાની છૂટ અપાયેલી છે. જોકે, તેમની વસતી વધતી જવાથી તેઓ વાઈલ્ડલાઈફ વિસ્તારોમાં પણ ઘૂસણખોરી કરી રહ્યા છે. આથી તેમને અન્યત્ર વસાવવા જરૂરી હોવાનું સત્તાવાળા કહે છે. જોકે, આ માટે કોમ્યુનિટીની આગોતરી સંમતિ લેવામાં આવતી નથી તેમ રિપોર્ટ જણાવે છે.