વોશિંગ્ટન, ડોડોમાઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ટાન્ઝાનિયાને બજેટમાં સહાય અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા 900 મિલિયન ડોલરથી વધુ રકમની મદદને બહાલી અપાઈ છે. IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે 786.2 મિલિયન ડોલર ક્લાઈમેટ ચેન્જ સમસ્યા હલ કરવા તેમજ 149.4 મિલિયન ડોલરનું ફંડ બજેટ સપોર્ટ માટે ફાળવવા મંજૂરી આપી છે.
પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસનની સરકારે ગત ત્રણ વર્ષમાં દેશની આર્થિક વૃદ્ધિને મહામારી અગાઉના સ્તરે લઈ જવા વિવિધ આર્થિક સુધારાઓ હાથ ધર્યા છે. ટાન્ઝાનિયાનો આર્થિક સુધારા કાર્યક્રમ મજબૂત હોવાનું IMFએ જણાવ્યું છે. ટાન્ઝાનિયાના સત્તાવાળાઓ આર્થિક સ્થિરતા, આર્થિક સુધારા મજબૂત બનાવવા તેમજ ટકાઉ અને સમાવેશી વિકાસને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.