ટ્યુનિસઃ ટ્યુનિશિયન સેન્ટ્રલ બેંકના ગવર્નર મારૌઅને અબ્બાસીએ જણાવ્યું હતું કે બજેટનું સંતુલન કરવા માટે ટ્યુનિશિયા પાસે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસે ગયા સિવાય કોઈ છૂટકો નથી. સંસદમાં સુનાવણીમાં અબ્બાસીએ જણાવ્યું કે આપણે નાણાં મેળવવા માટે IMF સાથે વાટાઘાટો નહીં કરીએ તો બહારથી નાણાંની જરૂર પડશે ત્યારે કોઈ આપણી સાથે સંમત થશે નહીં. તેમણે ઉમેર્યું કે IMF સાથેની વાટાગાટો ત્રણ અઠવાડિયા સુધી ચાલવી જોઈએ. દેવું ચૂકવવામાં અને બજેટને સંતુલિત કરવામાં સંઘર્ષ કરી રહેલું ટ્યુનિશિયા હાલ IMF પાસેથી $૪ બિલિયનની લોન લોન મેળવવા વાતચીત કરી રહ્યું છે.
મેની શરૂઆતમાં વડા પ્રધાન હિેચેમ મેચીચીએ જણાવ્યું હતું અર્થતંત્રને બચાવવાની છેલ્લી તક તરીકે સરકારે IMFનો સંપર્ક કરવો જોઈએ.